36 C
Gujarat
Friday, October 16, 2026
Home HeadLines અરવલ્લી : દોલપુરના ખેડૂતે ગલગોટાની ખેતી થકી લાખ્ખો રૂપિયાની ઉપજ મેળવી 

અરવલ્લી : દોલપુરના ખેડૂતે ગલગોટાની ખેતી થકી લાખ્ખો રૂપિયાની ઉપજ મેળવી 

0

તહેવાર ટાણે ગલગોટાની માંગ વધુ રહેતા પ્રતિ મણે 4 હજાર રૂપિયા ઉપજે છે 

પરંપરાગત ખેતી છોડીને પીન્કેશ ભાઈ ફૂલોની ખેતી કરી નવી રાહ ચીંધી

 

અરવલ્લી જીલ્લાના સાઠંબા તાલુકાના દોલપુર ગામના ખેડૂત પટેલ પીન્કેશભાઈ શંકરભાઈએ પરંપરાગત પાકોને બદલે ફૂલપાકની ખેતી અપનાવીને નોંધપાત્ર સફળતા મેળવી છે. તેમણે ગલગોટાના ફૂલોની ખેતી કરીને આર્થિક સ્થિરતા તરફનું પગલું ભર્યું છે અને આજે તેઓ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

 

પીન્કેશભાઈએ જણાવ્યું કે અગાઉ તેઓ પરંપરાગત પાકોની ખેતી કરતા હતા, પરંતુ આવક મર્યાદિત રહેતી હતી અને બજારની અનિશ્ચિતતાના કારણે મુશ્કેલીઓ પડતી હતી. ત્યારે તેમને ગુજરાત સરકારના બાગાયત વિભાગ તરફથી ગલગોટાના ફૂલોની ખેતી કરવા માટે માર્ગદર્શન અને સહાય મળી. વિભાગના અધિકારીઓએ તેમને તકનીકી જાણકારી આપી, યોગ્ય જાતના છોડ અને આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે માહિતી આપી. સરકારની યોજના હેઠળ સહાય અને સહકાર મળતાં તેમણે હિંમતપૂર્વક ફૂલપાકની ખેતી શરૂ કરી.

તેમણે કહ્યું કે, શરૂઆતમાં થોડો ડર હતો, પણ બાગાયત વિભાગના માર્ગદર્શન અને સતત સહકારને કારણે હું આગળ વધી શક્યો. ગલગોટાના ફૂલોની માંગ બજારમાં સારી છે અને યોગ્ય સંભાળથી ઉત્પાદન પણ વધે છે. આજે મારી આવક પહેલા કરતાં નોંધપાત્ર રીતે વધી છે.પીન્કેશભાઈએ વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા બાગાયત ખેતી માટે વિવિધ યોજનાઓ હેઠળ સહાય, તાલીમ અને તકનીકી માર્ગદર્શન આપવામાં આવે છે. આનો લાભ લઈને અનેક ખેડૂતો સફળતા તરફ આગળ વધી રહ્યા છે.

 

ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને ફૂલપાક સહિત વિવિધ બાગાયત પાકોની ખેતી કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજનાઓ હેઠળ છોડ, ખાતર, સિંચાઈ સુવિધા અને માર્કેટિંગ અંગે માર્ગદર્શન મળે છે. પીન્કેશભાઈનું ઉદાહરણ દર્શાવે છે કે જો ખેડૂતો સરકારની યોજનાઓનો યોગ્ય લાભ લે અને આધુનિક પદ્ધતિઓ અપનાવે તો ખેતીને વ્યવસાય તરીકે વિકસાવી શકાય છે અને આવકમાં વધારો થઈ શકે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!