ગૌમાંસનો મુખ્ય સૂત્રધાર ઝાહિર અબ્બાસ આસીનમિયા મલેક પોલીસ પકડથી દૂર
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ગૌવંશની ગેરકાયદેસર હત્યા કરી ગૌમાંસ વેચતા કસાઈઓના કતલખાના અનેક વાર પોલીસ અને જીવદયા પ્રેમીઓના હાથે ઝડપાઈ ચૂક્યા છે ત્યારે મોડાસા શહેરના સાર્વજનિક રોડ પર આવેલા બ્રિજ પાસેથી સામાજિક કાર્યકરોએ એક્ટિવા પર 100 કિલો ગૌમાંસનો જથ્થો હાઈવે પરની હોટલોમાં સપ્લાય કરવા નીકળેલા ખેપિયાને દબોચી લઈ મોડાસા ટાઉન પોલીસ ને સોંપી દીધો હતો
મોડાસા ટાઉન પોલીસે એક્ટિવા આગળ પોટલામાં રાખેલા ગૌમાંસનો સરકારી દવાખાનાના પશુ તબીબને પરીક્ષણ માટે બોલાવતા ગૌમાંસ હોવાનું ફલિત થતા પોલીસે ગૌમાંસના જથ્થા સાથે ઝડપાયેલા મુશ્તાક ગુલામનબી કુરેશીની આગવી ઢબે પૂછતાછ કરતા તેને વટાણા વેરી નાખ્યા હતા ગૌમાંસનો જથ્થો શામળાજી હાઇવે પર દાવલી નજીક સહારા મેવાત હોટલ, તેનાથી થોડે દૂર રહેલી અન્ય સહારા મેવાત હોટલ તેમજ સુનોખ ટોલટેક્સ આગળ આવેલી મેવાતી હોટલમાં સપ્લાય કરવા જઈ રહ્યો હોવાનું અને ગૌમાંસનો જથ્થો મોડાસા શહેરના પહાડપુર રોડ પર આવેલી બાગે નિશાદ સોસાયટીમાં રહેતા ઝહીર અબ્બાસ ઉર્ફે અપ્પુ આશિનમિયાં મલેકે તેને આ જથ્થો આપ્યો હતો અને એક ફેરાના ૭૦૦ થી ૮૦૦ રૂપિયા ચૂકવતો હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને ગૌમાંસની વેપલો કરનાર અને ખરીદનારાઓ સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
મોડાસા ટાઉન પોલીસે મુસ્તાક ગુલામનબી કુરેશી (રહે. બેલીમવાડા, કસબા વિસ્તાર, મોડાસા)ને દબોચી લઈ ગૌમાંસ ની ખરીદી કરનાર ૧)માહિરઆઝાદ અયુબભાઈ મેવાતી (રહે ,આરદુકા-રાજસ્થાન,હાલ રહે,સહારા મેવાતી હોટલ , દવાલી),૨)જીસાન શાહુન મેવ (રહે,સિહરી-હરિયાણા,હાલ રહે,સહારા મેવાત હોટલ વાંટડા-દાવલી) અને ૩)અબ્રાર અલીહીમ મેવાતી (રહે,સાગરસ-હરિયાણા,હાલ રહે,સુનોખ આશ્રમ)ને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગૌમાંસ વેચાણ કરનાર મુખ્ય સૂત્રધાર ઝહીર અબ્બાસ ઉર્ફે અપ્પુ આશિનમિયાં મલેક(રહે,બાગેનિષાદ સોસાયટી, પહાડપુર રોડ,મોડાસા)ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા





