35.6 C
Gujarat
Sunday, October 18, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી: ભીલોડાના સિલાસણ પાટીયા પાસે બે બાઈક ભટકાતા ત્રણના મોત, ત્રણ ગંભીર...

અરવલ્લી: ભીલોડાના સિલાસણ પાટીયા પાસે બે બાઈક ભટકાતા ત્રણના મોત, ત્રણ ગંભીર ઇજાગ્રસ્ત

0

ત્રણ ગંભીર ઇજાગ્રસ્ત લોકોને ભિલોડા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા

અરવલ્લી જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર વચ્ચે ભિલોડા પંથકમાં સર્જાયેલા વધુ એક ગોઝારા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.બે બાઈકો સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓ લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે.પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર રીફર કર્યા છે.

ભિલોડા તાલુકાના ધોલવાણી નજીક સીલાસણ પાટીયા પાસેથી પસાર થઈ રહેલી બે મોટરસાયકલો વચ્ચે અચાનક જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે, ટક્કરના અવાજ સાથે બંને બાઈકો રોડ પર ફંગોળાઈ ગયા હતા. ઘટના સ્થળે ચીસાચીસ મચી ગઈ હતી.ગંભીર દુર્ઘટનામાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે એક માસૂમ બાળકી સહિત બે વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.ગંભીર અકસ્માતને પગલે આસપાસના ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો સહિત મામલતદાર નરેન્દ્રસિંહ રાવ, રાજકીય નેતાઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાન અને પોલીસને જાણ કરવામાં આવતા સમગ્ર કાફલો ધટના સ્થળ પર પહોંચ્યો હતો.અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વ્યક્તિઓને તાત્કાલિક સ્થાનિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.૩ ઈજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક જણાતાં ફરજ પરના મેડિકલ ઓફિસર એ વધુ સઘન સારવાર અર્થે તમામને હિંમતનગર સીવીલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા.

પોલીસ સ્થળ પર પહોંચી ત્રણેય મૃતકોના મૃતદેહોનો કબજો મેળવી પંચનામું કરી પી.એમ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.અકસ્માતમાં બાળકી સહિત ત્રણ જિંદગીઓ હોમાઈ જતા મૃતકોના પરિવારોમાં આક્રંદ જોવા મળ્યું હતું.પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

INBOX : મૃતકના નામની યાદી

1)અક્ષુબેન મેહુલભાઈ ખાંટ (ઉં.વર્ષ-૧૦ કરણપુર-ભિલોડા)

2)ચિંતન ભુપતભાઈ પગી (ઉ.વર્ષ-૨૭ કરણપુર-ભિલોડા )

3)સાગર વનરાજભાઈ નિનામા (ઉં.વર્ષ-૨૪ ચિત્રોડી-વિજયનગર₹

INBOX : ઈજાગ્રસ્તોની યાદી

1)ભુપતભાઈ હીરાલાલ પગી (ઉં.વર્ષ-૬૦ કરણપુર)

2 ) કિરણબેન ભુપતભાઈ પગી (ઉં.વર્ષ-૩૦ કરણપુર)

3) અભિષેકક વનરાજભાઈ નિનામા (ઉં.વર્ષ-૩૦ ચિત્રોડી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!