અરવલ્લી : મોડાસા તાલુકા સરપંચ એસોસિએશનની મીટિંગ TDO અંજલી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સરપંચ એસોસિએશનની મીટિંગ તાલુકા વિકાસ અધિકારી અંજલી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી જેમાં એસોસિએશનના પ્રમુખ,મંત્રી અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી ૨૩ ઓક્ટોમ્બરે ગાંધીનગર ટાઉન હોલમાં ઓલ ગુજરાત સરપંચ એસોસિએશનની મિટિંગમાં હાજરી આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી તેમજ તાલુકા વિકાસ અધિકારી અંજલી પટેલે ગ્રામ પંચાયતના પ્રશ્નો અને વિકાસના કામો સરળ રીતે થઈ શકે તે માટે આશ્વાસન આપ્યું હતું તેમજ સરપંચોના પ્રશ્નોની યોગ્ય સલાહ તેમજ સૂચન કરેલ હતું સમગ્ર મીટિંગનું સફળ સંચાલન મંત્રી અને મેઢાસણ ગામના સરપંચ મુકેશ રાઠોડે કર્યું હતું




