નવરાત્રીના નવ દિવસનુ અનોખુ મહત્વ હોય છે અને અને જેમાં આઠમનુ અનેરુ મહત્વ હોય છે તો સાતમ અને આઠમ નિમિત્તે મેળાઓ યોજાતા હોય છે અને ગરબા સાથે નિવેધ લઈને ભક્તો પણ ઉમટતા હોય છે
નવરાત્રીમાં આઠમનુ અનેરુ મહત્વ હોય છે જેને લઈ આઠમના દિવસે અનેક જગ્યાએ હોમ હવન થતા હોય છે ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામે મહાકાલી માતાનુ સ્વયંભુ મંદિર આવેલુ છે અને આ કાલીકા માતાજીની મુર્તી મંદિરના બાજુમાં આવેલ તળાવ પાસેના વડલા નીચેથી મળી હતી અવી એક લોકવાયકા છે અને ત્યારબાદ અહિ સ્થાપના કરવા આવી હતી ત્યારથી મહાકાલીમાં બીરાજે છે કાલીપુરા ગામમાં… આ ગામનુ નામ પણ મહાકાલી માતાજીના નામ પરથી જ પાડવામાં આવ્યુ છે તેવુ ગામના વડિલો જણાવી રહ્યા છે અને વર્ષોથી પરંપરાગત રીતે માતાજીના પરિષદમાં રાત્રી દરમિયાન ગરબા યોજવામાં આવે છે આ ઉપરાંત કોઈપણ શુભ પ્રસંગ હોય તો મંદિર પરિષદમાં ઉજવાય છે… આ કાલીપુરા ગામમાં વર્ષોથી મા મહાકાલી માતાજીનુ મંદિર આવેલુ છે અને પહેલા અહિ નાનુ મંદિર હતુ અને ત્યારબાદ મોટુ મંદિર બનાવાયુ છે પરંતુ માતાજીની પ્રતિમાને ત્યાથી હટાવાઈ નથી…કારણ કે આ પ્રતિમા સ્વયંભુ છે અને તેને અહિથી હટાવાય નહિ… નવરાત્રીના નવ દિવસ માતાની ના મંદિરની આજુબાજુ ગરબાનુ પણ આયોજન થતુ હતુ અને સાતમ આઠમ નો મેળો પણ યોજાતો હોય છે
મહાકાલી માતાજી ના કાલીપુરા ધામમાં સાતમ અને આઠમનુ અહિ મહત્વ રહેલુ છે સાતમની રાતે સાક્ષાત મહાકાલી માતા અહિ આવીને ગરબે ગુમે છે… અને સાતમ અને આઠમનો ભવ્ય લોક મેળો યોજાતો હતો અને આ મેળાને મ્હાલવા માટે દુર દુરથી લોકો પણ આવતા હતા અને બે દિવસીય મેળાની મજા પણ લેતા હતા… આ મેળામાં ભક્તો તેમના બાળકોની બાધા આખડી કે તેમના પશુધનની બાધા આખડી ઉતારવા આવતા હતા અને જેમાં ભક્તોની મનોકામના પુર્ણ થાય તો ગરબા લઈને ચાલતા ચાલતા મંદિર પરિષદ પહોચતા હતા અને ત્યા ગરબા મુકતા તો અમુક ભક્તો માતાજીનો નિવેધ પણ અહિ ચડાવતા હતા.મહાકાલી માતાજીના મંદિરે જે કોઈ બાધા ખડી રાખે છે તેમની તમામ મનોકામના મહાકાલી મા પરિપુર્ણ કરે છે અને અહિથી કોઈપણ ભક્ત ખાલી હાથે જતુ નથી તો મંદિર પટાંગણામાં જે ગરબા પણ યોજાતા હોય છે.




