34.1 C
Gujarat
Friday, October 30, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : સાઠંબા નજીક તૂંડમિજાજી અધિકારી પર હુમલો , અધિકારી માર...

અરવલ્લી : સાઠંબા નજીક તૂંડમિજાજી અધિકારી પર હુમલો , અધિકારી માર ખાઈને મૌન રહેતા તરહ તરહની ચર્ચા…!!

0

અરવલ્લી જીલ્લા સેવાસદન કચેરીમાં ફરજ બજાવતા એક અધિકારી તેમના તોછડા સ્વભાવ અને અરજદારો સામે તોછડાઈ પૂર્વક વર્તન માટે જાણીતા છે ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દેવામાં નિપુણ અને નાની માછલીઓ સામે કાયદાનો સકંજો કસી મોટી માછલીઓ પાસેથી મલાઈ તારવી લેવાની આવડત ધરાવતા અને પોતે રાજા હરિશ્ચંદ્ર હોય તેમ કોઈ અધિકારીની કામકાજ અંગે ભલામણ હોય તો આંખ આડે કાન કરી દંડ ફટકારવામાં બાહોશ અધિકારીને સાઠંબા નજીક આવેલ ક્વોરી પાસે કેટલાક હુમલાખોરોએ માર મારતા ભારે અફડતફડી મચી હતી હુમલાથી ફફડી ઉઠેલા અધિકારીએ પોલીસની મદદ લીધા પછી અગમ્ય કારણોસર પોલીસ ફરિયાદ કરવાનું આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ટાળતા અનેક પ્રકારની ચર્ચા જોર પકડ્યું છે

પ્રાપ્ત માહિતી અનુસાર,દિવાળી પર્વ નજીક આવતા અરવલ્લી જીલ્લાના એક અધિકારીએ ઈન્સ્પેક્શનના નામે તપાસ શરૂ કરી મસમોટું પાંચ આંકડામાં ઉઘરાણું કરી રહ્યા હોવાનું બૂમો ઉઠી છે ઉચ્ચ અધિકારીએ કેટલાક અરજદારો સાથે અગાઉ તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું તેનો ભોગ બન્યા કે શું સહિત અનેક ચર્ચાએ ચાલી રહી છે

અરવલ્લી જીલ્લાના તૂંડમિજાજી અધિકારી ગુરુવારે સાંજના સુમારે સાઠંબાની ધોળી ડુંગરી માર્ગ પર આવેલી એક ક્વોરી નજીક સરકારી ગાડીને લઈને પહોંચતા કેટલાક અજાણ્યા શખ્શો તેમની પાસે પહોચ્યા હતા વાતચીત દરમિયાન આ અધિકારી મહાશય તોછડાઈ ભરી ભાષામાં વાત કરતા ગાળાગાળી પર ઉતરી આવતા અજાણ્યા શખ્સોએ મેથીપાક આપતા અધિકારીની હવા નીકળી ગઈ હતી વધુ મારથી બચવા પોલીસની મદદ લેવા મજબૂર બન્યા હતા અજાણ્યા હુમલાખોરો પોલીસજીપ આવતા ફરાર થઈ ગયા હતા માર ખાનાર અધિકારી પોલીસ સ્ટેશનમાં પહોચ્યા પછી મોડી રાત્રી સુધી ધમાચકડી મચ્યા પછી અધિકારીએ હુમલોખોરો સામે હથિયાર હેઠા મૂકી દઈ અગમ્ય કારણોસર ફરિયાદ આપવાનું ટાળતા અનેક અટકળો વહેતી થઈ છે અધિકારી પર હુમલો કરનાર અજાણ્યા શખ્શોમાં એક એક જીનિંગ મિલ માલિક,એક ધારાસભ્યનો લંગોટિયો પૂર્વ સરપંચ અને રાજકીય પાર્ટીનો યુવા નેતા તેમજ તેમના સાગરીતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!