34.1 C
Gujarat
Friday, October 30, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : મોડાસામાં પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ખેડૂતોની...

અરવલ્લી : મોડાસામાં પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ 

0

 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસકાંઠા ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તાનું વિતરણ તેમજ જન-કલ્યાણકારી વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની સાથે જ અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને વર્ચ્યુઅલી વડાપ્રધાનના સંબોધનને ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું.

 

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ખેતી વિષયક લાભાર્થીઓને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ખેડૂતોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વડાપ્રધાનના સંબોધન દ્વારા યોજનાના લાભો અને કૃષિ ક્ષેત્રે થઈ રહેલા વિકાસ વિશે માહિતગાર થયા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્યો, જીલ્લા કલેકટર મિલિંદ બાપના,જીલ્લા વિકાસ અધિકારી નગરપાલિકા પ્રમુખ, જિલ્લાના વિવિધ પદાધિકારીઓ તેમજ અન્ય વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી.હતી

 

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવ્યું હતું. ખેડૂતોની સુવિધા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી અને કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા ખેડૂતો સુધી સરકારી યોજનાઓની માહિતી સીધી પહોંચે છે અને તેમને પોતાના અધિકારો અને લાભો વિશે જાગૃત કરવામાં મદદ મળે છે.

 

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતો માટે આશાનું કિરણ બની રહી છે. આ યોજના દ્વારા મળતી નિયમિત આર્થિક સહાય ખેડૂતોને ખેતીમાં રોકાણ કરવા, ગુણવત્તાયુક્ત બીયારણ અને ખાતર વાપરવા તેમજ આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરે છે. જિલ્લા વહીવટી તંત્ર આવી યોજનાઓના અમલીકરણમાં સતત કાર્યરત છે અને ખેડૂતોના હિતમાં વધુને વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!