31.5 C
Gujarat
Friday, October 30, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : મોડાસાના આઇકોનિક રોડની રજૂઆત બાદ ગટરના ઢાંકણાંનું સમારકામ શરૂ,વાહનચાલકોને રાહતની...

અરવલ્લી : મોડાસાના આઇકોનિક રોડની રજૂઆત બાદ ગટરના ઢાંકણાંનું સમારકામ શરૂ,વાહનચાલકોને રાહતની આશા

0

મોડાસા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત આઇકોનિક રોડ પર ગટરના ઢાંકણાં રોડથી ઊંચાં-નીચાં હોવાના કારણે વાહનચાલકો, શાળાનાં બાળકો, રાહદારીઓ અને કમર-મણકાની તકલીફ ધરાવતા દર્દીઓને ભારે મુશ્કેલી પડતી હતી. આ અંગે ભૂતપૂર્વ નગરસેવક અને જીવદયાપ્રેમી નિલેશ જોશીએ નગરપાલિકામાં રજૂઆત કર્યા પછી ગટરના ઢાંકણાંના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોમાં આનંદ છવાયો છે

 

મોડાસા શહેરના આઇકોનિક રોડ સોસાયટીના રસ્તા કરતાં ઊંચો હોવાના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા તથા સાઈ મંદિરથી જજીસ બંગલો સુધીનો અધૂરો રોડ અને ફૂટપાથનું કામ પૂર્ણ કરવાની માગ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત રેલવે ગ્રાઉન્ડ નજીક હનુમાનજી મંદિર સામેનું બંધ સુલભ શૌચાલય ફરી શરૂ કરાવવા રજૂઆત કરાઈ છે.

નિલેશ જોશીએ જણાવ્યું હતું કે ગટરના ઢાંકણાંનું સમારકામ શરૂ થયું તે આવકારદાયક છે, પરંતુ રોડની બાકીની ટેકનિકલ ખામીઓ અને અધૂરાં કામોનું પણ કાયમી નિરાકરણ લાવી દિવાળી પહેલાં નગરજનોને રાહત આપવામાં આવે તેવી અપેક્ષા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!