32.9 C
Gujarat
Monday, November 2, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : ચોપલાવત પાસે અકસ્માતનો સિલસિલો,વધુ એક યુવકના મોત પછી ગ્રામજનોએ...

અરવલ્લી : ચોપલાવત પાસે અકસ્માતનો સિલસિલો,વધુ એક યુવકના મોત પછી ગ્રામજનોએ રોડ પર ચક્કાજામ કર્યો

0

અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ગફલતભરી રીતે બેફામ વાહન હંકારી નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે સાઠંબાના ચોપલાવત ગામ નજીક વધુ એક અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો બાયડ-લુણાવાડા હાઇવે પર લોકો રોડ પર ઉતરી ચક્કાજામ કરતા તંત્રના દોડધામ મચી હતી રોડ પર સ્પીડ બ્રેકર અને સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરી સુરક્ષા પૂરી પાડવામાં આવેની માંગ કરી હતી સાઠંબા પોલીસ સ્થળ પર પહોંચી ગામલોકો સાથે વાર્તાલાપ કરી વાહન વ્યવહાર પૂર્વરત કરાવ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર,બાયડ-લુણાવાડા રોડ પર આવેલા ચોપલાવત ગામ નજીક અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતા રાજ્યધોરી માર્ગ પર સ્પીડ બ્રેકર,લાઈટ અને દિશા નિર્દેશ કરતા બોર્ડ લગાવવા જવાબદાર તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ભરવામાં નહીં આવતા અકસ્માતની ઘટનાઓને પગલે માતાઓ,બહેનો, ભૂલકાઓ અને યુવાનો રોડ પર ઉતરી આવ્યા હતા રોડ પર ગામલોકોએ ચક્કાજામ કરતા સતત વાહનોથી ધમધમતા હાઇવે પર બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી ટૂંકા ગાળામાં ચાર જેટલા ગમખ્વાર અકસ્માત બનતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો ગત રાત્રીએ એક વ્યક્તિએ અકસ્માતમાં જીવ ગુમાવતા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

બાયડ-લુણાવાડા રાજ્યધોરી માર્ગ પર ચોપલાવત ગામ પાસે
લોકોએ ચક્કાજામ કરતા વહીવટી અને પોલીસ તંત્ર દોડતું સ્થળ પર પહોંચી લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો ચક્કાજામ કરનાર લોકોએ હાઇવે પર યોગ્ય સ્પીડ બ્રેકર, રંબલ સ્ટ્રીપ્સ બનાવમાં આવે,વાહન ચાલકો માટે ચેતવણી દર્શાવતા બોર્ડ તેમજ રોડ પર સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવેની તાત્કાલિક ધોરણે લગાવવામાં આવેની ઉગ્ર રજૂઆત કરતા તંત્ર દ્વારા સુરક્ષા અંગે યોગ્ય નિરાકરણ કરવાની ખાતરી આપતા લોકોએ ચક્કાજામ દૂર કરવા સંમતી આપી હતી હાઇવે પર ચક્કાજામ દૂર થતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!