29.5 C
Gujarat
Monday, November 2, 2026
Home HeadLines અરવલ્લીમાં બ્રાન્ડેડ કંપનીના નામે ફર્સ્ટ કોપી શૂઝ વેચાતા હોવાની આશંકા, બિલના નામે...

અરવલ્લીમાં બ્રાન્ડેડ કંપનીના નામે ફર્સ્ટ કોપી શૂઝ વેચાતા હોવાની આશંકા, બિલના નામે ચિઠ્ઠી વ્યવહારની ચર્ચા

0

અરવલ્લી જિલ્લામાં દિવાળીના તહેવારોને લઈને બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. ખાસ કરીને બૂટ, ચપ્પલ અને અન્ય ફૂટવેરની ખરીદી માટે મોટી સંખ્યામાં ગ્રાહકો દુકાનોમાં પહોંચી રહ્યા છે. ત્યારે બ્રાન્ડેડ કંપનીના નામે ગ્રાહકોને ફર્સ્ટ કોપી શૂઝ અને ચપ્પલ પધરાવવામાં તો નથી આવતાં ને? તેવા સવાલો બજારમાં ચર્ચાઈ રહ્યા છે.

થોડા સમય અગાઉ અરવલ્લી જિલ્લાના બજાર વિસ્તારમાં આવેલી બે દુકાનોમાં બ્રાન્ડેડ કંપનીના પ્રતિનિધિઓ અને SOG દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતા ફૂટવેરની ગુણવત્તા અને અસલિયત અંગે ફરી ચર્ચાઓ શરૂ થઈ છે.

બીજી તરફ, કેટલીક દુકાનોમાં ખરીદી કર્યા બાદ ગ્રાહકોને પાકા બિલના બદલે માત્ર ચિઠ્ઠી આપવામાં આવતી હોવાની પણ ચર્ચા છે. જો આવી પ્રથા ચાલતી હોય તો ગ્રાહકોને ખરીદીનો સત્તાવાર પુરાવો મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.

ત્યારે તહેવારોની ખરીદી વચ્ચે ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય તે માટે સંબંધિત વિભાગ દ્વારા ફૂટવેરના વેચાણ, બ્રાન્ડના ટ્રેડમાર્ક અને બિલિંગ વ્યવસ્થાની તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે. જોકે, આ અંગે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે. હવે અરવલ્લી જિલ્લા સ્પેશિયલ ઑપરેશન ગૃપ આ બાબતે તપાસ કરશે કે નહીં તે સવાલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!