29.6 C
Gujarat
Saturday, November 7, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : LCBએ રામેશ્વરકંપા નજીક ક્રેટા કારમાંથી 2.24 લાખનો શરાબ ઝડપ્યો,બુટલેગરે હાથતાળી...

અરવલ્લી : LCBએ રામેશ્વરકંપા નજીક ક્રેટા કારમાંથી 2.24 લાખનો શરાબ ઝડપ્યો,બુટલેગરે હાથતાળી આપી

0
Screenshot

 

અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાએ દિવાળી પર્વમાં દારૂની રેલમછેલ રોકવા પોલીસતંત્રને સખ્ત સૂચના આપતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે શામળાજી આશ્રમ ચોકડી નજીક વાહનોનું ચેકિંગ હાથધરતા શામળાજી તરફથી શંકાસ્પદ ઝડપે પસાર થતી ક્રેટા કારને અટકાવવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે હંકારી મૂકતા પોલીસે પીછો કરી ટીંટોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂ ભરેલી કાર બુટલેગર રોડ પર મૂકી ફરાર થઈ જતા એલસીબીની ટીમે કારમાંથી 833 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે શામળાજી આશ્રમ નજીકથી દારૂ ભરેલી ક્રેટા કાર નો ફિલ્મીઢબે પીછો કરતા બૂટલેગરે કાર હિંમતનગર તરફ હંકારી મૂક્યા પછી જીવણપુરથી સરડોઈ તરફ કાર દોડાવી હતી એલસીબીએ પીછો ચાલુ રાખતા બુટલેગર હાંફી ગયો હતો દારૂ ભરેલી ક્રેટા રામેશ્વરકંપા નજીક મૂકી ફરાર થઈ જતા પોલીસે બિનવારસી કારમાંથી 2.24 લાખના દારૂ સહિત રૂ. 12.29 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર અજાણ્યા બુટલેગર સામે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!