19.4 C
Gujarat
Friday, November 20, 2026
Home આપના કામની વાત Aap Na Kaam Ni Vaat સાબરકાંઠા : કરણપુરમાં રવિવારથી ત્રણ દિવસીય ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે,અર્બુદા સંસ્કારધામનું નિર્માણ

સાબરકાંઠા : કરણપુરમાં રવિવારથી ત્રણ દિવસીય ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે,અર્બુદા સંસ્કારધામનું નિર્માણ

0

માં અર્બુદા માતાજી સહિત શ્રીમદ્દ રામજી બાવજી, શ્રીમદ્દ નાથુ બાવજી અને શ્રીમદ્દ જેશીંગ બાવજીની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આંજણા ચૌધરી સમાજની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન કુળદેવી માં અર્બુદા માતાજીના ભવ્ય ધામની પ્રાણપ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિંમતનગર–શામળાજી હાઈવે પર ગાંભોઈ નજીક કરણપુર ખાતે આગામી તા. ૨૨, ૨૩ અને ૨૪ નવેમ્બરના રોજ ત્રણ દિવસીય ભવ્ય અને દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં માં અર્બુદા માતાજી ઉપરાંત પૂજ્ય શ્રીમદ્દ રામજી બાવજી, પૂજ્ય શ્રીમદ્દ નાથુ બાવજી અને પૂજ્ય શ્રીમદ્દ જેશીંગ બાવજીની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.

આબુ પર્વતની અધ્ધર દેવી માં અર્બુદા માતાજી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વસતા આંજણા ચૌધરી સમાજની કુળદેવી છે. બંને જિલ્લાની મધ્યસ્થ ભૂમિ સમાન ગાંભોઈ નજીક કરણપુર ખાતે માતાજીના ભવ્ય ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પવિત્ર ધામની પ્રાણપ્રતિષ્ઠાને લઈને તા. ૨૨થી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાનારા મહોત્સવમાં ધાર્મિક વિધિઓ, યજ્ઞ, શોભાયાત્રા, સત્સંગ, મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા અને મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ ભવ્ય ધાર્મિક મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, પૂર્વ ગૃહમંત્રી અને દીવ-દમણના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, શેઠ શ્રી હરિભાઈ ચૌધરી સહિત અનેક મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે. સાથે જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો સમાજબંધુઓ માતાજીના આ દિવ્ય પ્રસંગે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવશે.
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના કન્વીનર બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ત્રણ દિવસીય મહોત્સવના પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ થશે. બીજા દિવસે હિંમતનગરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે, જે કરણપુર અર્બુદા ધામ ખાતે પહોંચશે. આ ઉપરાંત પૂજ્ય શ્રીમદ્દ રામજી બાવજી (ધોલવાણી)નો સત્સંગ મેળાવડો યોજાશે. ત્રીજા અને અંતિમ દિવસે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ અંતિમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અન્ય મહાનુભાવો અને બંને જિલ્લાના સમાજબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવની શોભા વધારશે.

માં અર્બુદા માતાજીના ભવ્ય ધામની પ્રાણપ્રતિષ્ઠા તથા ત્રણ સંતોની મૂર્તિઓની સ્થાપનાનો આ અવસર સમગ્ર સમાજ માટે શ્રદ્ધા, ભક્તિ, સંસ્કાર, પરંપરા અને સામાજિક એકતાનો મહાસંગમ બની રહેશે. આ ઐતિહાસિક ધાર્મિક મહોત્સવને ભવ્ય અને દિવ્ય બનાવવા મોટી સંખ્યા માં સમાજબંધુ ઓ ને મહોત્સવ માં પધારવા અર્બુદાધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ના કન્વીર શ્રી બી. વી . પટેલ ધ્વરા અપીલ કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!