19.4 C
Gujarat
Friday, November 20, 2026
Home આપના કામની વાત Aap Na Kaam Ni Vaat અરવલ્લી: શામળાજીના વાંકાટીંબા ગામના તળાવમાં મેશ્વો જળાશયનું પાણી છોડાયું,ખેડૂતોમાં હરખ

અરવલ્લી: શામળાજીના વાંકાટીંબા ગામના તળાવમાં મેશ્વો જળાશયનું પાણી છોડાયું,ખેડૂતોમાં હરખ

0

અરવલ્લી: શામળાજીના વાંકાટીંબા ગામના તળાવમાં મેશ્વો જળાશયનું પાણી છોડાયું,ખેડૂતોમાં હરખ

શામળાજી તાલુકાના વાંકાટીંબા ગામના ગ્રામજનો અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મેશ્વો જળાશય ઉદ્ધવહન યોજના અંતર્ગત મેશ્વો જળાશયમાંથી વાંકાટીંબા ગામના તળાવમાં પાણી છોડવામાં આવ્યું છે.

આ પહેલથી ગામના તળાવમાં જળસંગ્રહ વધશે અને ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થવાની આશા છે. તળાવમાં પાણીની આવકથી સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતામાં લાભ મળશે. સાથે જ પશુધન અને ગ્રામજનોની પાણીની જરૂરિયાતો પૂર્ણ કરવામાં પણ મદદરૂપ બનશે.જળસંચય અને જળસંવર્ધનના આ પ્રયાસથી વાંકાટીંબા ગામમાં પાણીની સમસ્યામાં રાહત મળવાની સાથે ખેતી અને ગ્રામ્ય વિકાસને પણ વેગ મળશે. મેશ્વો જળાશયમાંથી તળાવમાં પાણી છોડવાની કામગીરીને પગલે ગ્રામજનો અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!