19.4 C
Gujarat
Friday, November 20, 2026
Home આપના કામની વાત Aap Na Kaam Ni Vaat અરવલ્લી : ભિલોડા ગ્રા.પંચાયતમાં વોર્ડ રચના અને મતદાર યાદીના સમર્થનમાં ગ્રામજનો મેદાને,...

અરવલ્લી : ભિલોડા ગ્રા.પંચાયતમાં વોર્ડ રચના અને મતદાર યાદીના સમર્થનમાં ગ્રામજનો મેદાને, વાંધા અરજી સામે વિરોધ

0

 

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે નગરપાલિકા સમકક્ષની ભિલોડા ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.મતદાર યાદી અને વોર્ડ રચનાને લઈને ગતરોજ થયેલા વિવાદ અને વાંધા અરજી બાદ, હવે ભિલોડાના જાગૃત મતદારો અને સામાજિક આગેવાનોએ ખુલીને મેદાનમાં આવી વહીવટીતંત્રની કામગીરીને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. લેખિત રજૂઆતમાં સામાજિક આગેવાન મુકેશભાઈ મહેતા, પિનાકીનભાઈ ગામેતી, શૈલેષભાઈ બામણીયા, હરેશભાઈ પંડ્યા, ગિરીશભાઈ પંડ્યા, રોહિતભાઈ ત્રિવેદી અને પિયુષકુમાર બામણીયા સહિત મોટી સંખ્યામાં જાગૃત મતદારો જોડાયા હતા.સામાજિક આગેવાનો અને ગ્રામજનોએ ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત સમર્થન પત્ર સુપરત કરી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તાજેતરમાં નવિન પ્રસિદ્ધ થયેલી વોર્ડ નંબર. ૧ થી ૧૮ ની મતદાર યાદી અને વોર્ડ રચના સંપૂર્ણપણે નિયમોનુસાર, પારદર્શક અને યોગ્ય છે.તા. ૧૯/૧૧/૨૦૨૬ ને ગુરૂવારના રોજ આપવામાં આવેલી વાંધા અરજી અને આવેદનપત્ર અંગે સ્પષ્ટ ખુલાસો કરતા સામાજિક આગેવાનોએ જણાવ્યું હતું કે, ગ્રામજનો વર્તમાન વોર્ડ રચના અને મતદાર યાદીને સંપૂર્ણ સ્વીકાર્ય અને માન્ય ગણે છે અને તેમનો આ વાસ્તવિક અભિપ્રાય સત્તાવાર રેકર્ડ પર નોંધવામાં આવે તેવી મક્કમ લેખિત ધારદાર રજૂઆત કરવામાં આવી છે.ભિલોડા ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં જ મતદાર યાદી અને વોર્ડ રચના મુદ્દે થયેલી આ સામસામેની રજૂઆતોને પગલે ભિલોડા તાલુકા મથકમાં ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીનો માહોલ અત્યારથી જ ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!