27.9 C
Gujarat
Thursday, October 1, 2026
Home પીપલ મોડાસા : શ્રી મારૂતિનંદન હનુમાન મંદિરમાં દર શનિવારે કઢી-ખીચડીના સદાવ્રતનો પ્રારંભ,...

મોડાસા : શ્રી મારૂતિનંદન હનુમાન મંદિરમાં દર શનિવારે કઢી-ખીચડીના સદાવ્રતનો પ્રારંભ, ભૂખ્યાને ભોજન

0

સમગ્ર દેશમાં અનેક દેવસ્થાનો અને માતાજીના મંદિરોમાં શ્રદ્ધાળુઓ અને જરૂરિયાતમંદ લોકો માટે સદાવ્રત ધમધમી રહ્યા છે મોડાસા શહેર શૈક્ષણીક અને અધ્યાત્મિક નગરી તરીકે જાણીતું છે તેમજ અનેક સેવાકીય કાર્યરત સંસ્થાઓ મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક સેવાઓ પુરી પાડે છે મોડાસા શહેરના રેલવે ગ્રાઉન્ડ સામે આવેલા આસ્થાના પ્રતીક શ્રી મારૂતિનંદન હનુમાન મંદિર દ્વારા દર શનિવારે કઢી-ખીચડીના સદાવ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

 

શનિવારે શ્રી મારૂતિનંદન હનુમાન મંદિરના મહંતશ્રી જયેશભાઇ ઉપાધ્યાય મોડાસાની વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ નિલેશ જોષી , પ્રવીણ પરમાર, શહેરના અગ્રણીઓ અને ભક્તોની ઉપસ્થિતિમાં કઢી-ખીચડીના સદાવ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં દર શનિવારે કઢી-ખીચડીનો લાભ શ્રદ્ધાળુઓ અને જરૂરિયાતમંદ લોકોને મળશે સદાવ્રતમાં દાન આપવા માંગતા દાતાઓ મંદિરને ચોખા, દાળ અને છાસ તેમજ દાન સ્વરૂપે રોકડ રકમ આપવા મંદિરના મહંતશ્રી જયેશ ઉપાધ્યાયે ભક્તોને આહવાન કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!