38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લામાં જામ્યો ચુંટણીનો રંગ નવરાત્રિને સંગ, ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જનજાૃતિ...

અરવલ્લી જિલ્લામાં જામ્યો ચુંટણીનો રંગ નવરાત્રિને સંગ, ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જનજાૃતિ અભિયાન

0
202

મોડાસામાં નવરાત્રી મહોત્સવમાં ચૂંટણી/મતદાનનું મહત્વ સમજાવતા પોસ્ટર લાગ્યા તથા EVMનુ Live demonstration માટે મોડાસામાં અલગ અલગ યોજાતી નવરાત્રી મહોત્સવમાં સ્ટોલ લગાવવામાં આવ્યા.

અરવલ્લી જિલ્લાનાં વિવિધ સ્થળોએ લોકોને મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી વાકેફ કરવા મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી. અરવલ્લી જિલ્લામાં અનેકવિધ રીતે નાગરિકોને તેમના મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી પરિચિત કરવા તેમને મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી રહી છે. જીલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમો યોજાયા.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નવરાત્રી મહોત્સવમાં ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી માટે ચૂંટણીના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ભારતના એક પણ નાગરિકને મતદાનના અધિકારથી વંચિત ન રહેવું પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અન્વયે વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!