37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines કીર્તિ મંદિર ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભા, બાપૂને નમન કરતા મુખ્યમંત્રી

કીર્તિ મંદિર ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભા, બાપૂને નમન કરતા મુખ્યમંત્રી

0
154

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતી નિમિત્તે પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ પુષ્પાંજલિ અર્પી હતી.

આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી સત્ય, સ્વચ્છતા, સત્યાગ્રહ સહિત ના મંત્રોમાં સ્વચ્છતા ના મંત્રને સર્વોપરી ગણતા હતા.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય બાપુના સ્વચ્છતાના મંત્રને સાકાર કરી કરોડો પરિવારોને શૌચાલય ની સુવિધા મળે તે માટે સ્વચ્છ ભારત મિશન સફળ કર્યું છે એમ તેમણે જણાવ્યું હતું

આ પ્રસંગે કૃષિમંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસા ના માર્ગ ને અપનાવી આપણને સૌને કાયમી પ્રેરણા મળતી રહે તેવો સંદેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!