33 C
Ahmedabad
Thursday, April 25, 2024

મોડાસાની સાર્વજનિક હોસ્પિટલને જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના એમ.ડી. મહેશ પટેલે 19 લાખની એમ્બ્યુલન્સની ભેટ આપી


મોડાસા શહેરની સાર્વજનીક હોસ્પિટલ ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગર સહીત રાજસ્થાનના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને છેલ્લા 79 વર્ષથી રાહત દરે સર્વ શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવા આપી રહી છે સાર્વજનિક હોસ્પિટલનો 80માં વર્ષે પ્રવેશ થતા સેવાની સુવાસ વધુ પ્રસરે અને દર્દીઓને મદદ રૂપ માટે માલપુર જનસેવા ટ્રસ્ટના એમડી મહેશ પટેલે 19 લાખની એમ્બ્યુલન્સ ભેટ આપી હતી સાર્વજનિક હોસ્પિટલના 80માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે નવા 21 વિભાગોનું દાતાઓઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું

Advertisement

. અરવલ્લી જિલ્લાની તેમજ પાડોશી રાજસ્થાન રાજ્યના અને મહીસાગર પંચમહાલ જિલ્લા ની જનતાને આશીર્વાદ સમાન મોડાસાની સાર્વજનિક હોસ્પિટલને આજરોજ 80માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવાના શુભ પ્રસંગે દાતાઓ અને શ્રેસ્ટીઓ દ્વારા નવા 21 વિભાગોનું દાતાઓઓ દ્વારા લોકાર્પણ યોજાયો હતો કોરોના કાળ માં તાતી જરૂરિયાત એવી એમ્બ્યુલન્સ અરવલ્લી નર્સિંગ કોલેજ તખ્તપુર સ્થિત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એમ ડી પટેલ સંકુલ ના મુખ્ય સંચાલક મહેશભાઈ ડાહ્યાભાઈ પટેલ તરફથી ઓગણીસ લાખ રૂપિયા ની સાર્વજનિક હોસ્પિટલ ને ભેટ કરી દર્દીનારાયણો ની સેવાઓનો લાભદાયી નીવડશે આજે 80 માં વર્ષ ના મંગળ પ્રવેશી રહેલી સંસ્થાના 21 અલગ અલગ વિભાગ નું ટ્રસ્ટી દાતાઓના દાન થી લોકાર્પણ કરવામાં આવ્યું હતું

Advertisement

આ પ્રસંગે સાર્વજનિક હોસ્પિટલ ના ચેરમેન જીગીશભાઈ મહેતા ,મંત્રી પુનમભાઈ પટેલ મંત્રી પીયૂષભાઈ પટેલ ટ્રસ્ટી મહેશભાઈ ડી પટેલ ,મહેન્દ્ર મામા,ટ્રસ્ટી દાતા કાલિદાસ પટેલ ,રમણભાઈ પ્રજાપતિ,સુરેશભાઇ ત્રિવેદી, દિલીપભાઈ પટેલ, બીપીનભાઈ શાહ તેમજ સાર્વજનિક હોસ્પિટલ ના રાકેશભાઈ પટેલ સહિત ના અનેક આગેવાનો દાતાઓ ડોકટરો અને મીડિકલ સ્ટાફ તેમજ વહીવટી સ્ટાફ ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો તેમજ મેડિકલ ની અનેક સેવાઓ નજીવા દરે દર્દીઓને પુરી પાડતી સંસ્થા એ અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ નહીં હોવા છતાં દરેક પ્રકારના રોગોમાં સારવાર આપી અનેકવિધ સેવાઓ આપતી સંસ્થા ને દાતાઓ દાન આપે તો હજુ ગરીબો તેમજ મધ્યમવર્ગીય જનતા ને ખુબજ લાભદાયક નીવડે તેમ છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!