30.4 C
Gujarat
Thursday, October 1, 2026
Home સત્તા સંગ્રામ 2022 પંચમહાલ: શહેરા અને કાલોલ બેઠક પર AAP ના ઉમેદવારો જાહેર

પંચમહાલ: શહેરા અને કાલોલ બેઠક પર AAP ના ઉમેદવારો જાહેર

0

આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે શહેરા બેઠક માટે તખતસિંહ સોલંકી અને કાલોલ બેઠક માટે દિનેશભાઈ બારિયાના નામ જાહેર

પંચમહાલ જીલ્લામાં વિધાનસભાની ચુંટણીને લઈને રાજકીય ગતિવિધી તેજ થઈ રહી છે.2022ની વિધાનસભાની ચુટણીને લઈને રાજકીય ગતિવિધી તેજ થઈ રહી છે.ગુજરાતમાં ત્રીજા મોર્ચા તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટી દ્વારા આજે 12 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવી છે,જેમાં પંચમહાલ જીલ્લામાંથી 2 ઉમેદવારોના નામ જાહેર કરવામા આવ્યા છે,કાલોલ અને શહેરા વિધાનસભા બેઠક માટે દિનેશભાઈ બારિયા અને તખતસિંહ સોલંકીના નામ ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે,

ગુજરાત વિધાનસભાની ચુટણીનો જંગ જીતના આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતનો ગઢ જીતવા રાતદિવસ એક કરી રહી છે.આજે આમ આદમી પાર્ટી દ્વારા વધુ વિધાનસભાની ચુટણી માટે 12 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામા આવી છે. જેમાં પંચમહાલ જીલ્લાની કુલ ત્રણ બેઠકો પૈકી 2 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામા આવ્યા છે.જેમા શહેરા વિધાનસભા બેઠક માટે તખતસિંહ સોલંકી તેમજ કાલોલ વિધાનસભા બેઠક માટે દિનેશભાઈ બારિયાની જાહેરાત કરવામા આવી છે,બે ઉમેદવારોના નામની જાહેરાત થતા જીલ્લાના સંગઠનમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે,બંને ઉમેદવારોને અભિનંદન પણ આપવામા આવી રહ્યા છે.નામ જાહેર કરતા બંને ઉમેદવારોએ પણ પાર્ટીનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!