છોટાઉદેપુર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓનો ધમધમાટ તેજ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટીની અલગ અલગ બેઠકો યોજવામાં આવી રહી છે. વઘાચ ખાતે યોજાયેલી શક્તિ કેન્દ્રની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સાહેબ તેમજ જિલ્લા મહામંત્રી ડી એફ પરમાર સાહેબ તેમજ નસવાડી મંડળના પ્રમુખ ગોપાલસિંહજી તેમજ મહામંત્રી અનિલભાઈ શાહ તેમજ દિલીપભાઈ ભીલ પૂર્વ તાલુકા પંચાયત સભ્ય કારોબારી અધ્યક્ષ બબલુભાઈ જયસ્વાલ વધાચ જિલ્લા પંચાયત માં આવતી ચાર તાલુકા પંચાયત ની શુભેચ્છા મુલાકાતમાં તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
અલ્કેશ તડવી રીપોર્ટર, નસવાડી છોટાઉદેપૂર


