27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે ખલીકપુર ગામમાં યુવક-મહિલા બુટલેગર ઝડપાયા, મહિલાના ઘરેથી...

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે ખલીકપુર ગામમાં યુવક-મહિલા બુટલેગર ઝડપાયા, મહિલાના ઘરેથી 39 હજારનો દારૂ ઝડપ્યો

0
176

સ્ટેટ મોનેટરીંગ સેલે વાંટડા ટોલપ્લાઝા નજીક ટ્રકમાંથી 23.68 લાખના દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતા અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દોડતી થઇ છે રનીંગ ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસ પરથી ખતરો ટળ્યો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી અગાઉ સ્ટેટ મોનીટરીંગની સેલ જીલ્લામાં ચાલતા દારૂના અડ્ડા પર ત્રાટકતા કેટલાક અધિકારીઓ અને કર્મીઓએ સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હતો સ્ટેટ મોનેટરીંગ ટીમ ત્રાટકી સ્થાનિક પોલીસનો ભોગ લે તે પહેલા અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ સ્થાનીક બુટલેગરો પર તવાઈ બોલાવી છે બુટલેગરોને હાલ પૂરતો દારૂનો ધંધો બંધ કરવાનો આદેશ થયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના કેટલાક કર્મીઓ સાથે ખલીકપુરના બુટલેગર વિશાલ ચૌહાણને ઘરાબો હોવાનું ચર્ચાઈ રહ્યું છે મોડાસા ટાઉન પોલીસે ખલીકપુર ગામમાં વિશાલ ચૌહાણે પાડોશમાં રહેતી મહિલાના ઘરે સંતાડેલ 39 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડી મહિલાની ધરપકડ કરી પોલીસ રેડની જાણ થતા વિશાલ ચૌહાણ ફરાર થઇ જતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મોડાસા ટાઉન પીઆઇ બી.કે.ભરાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે ખલીકપુરમાં ઘરમાં ચાલતા દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો ખલીકપુર ગામનો વિશાલ રણજીતસિંહ ચૌહાણ વિદેશી દારૂ અને બિયર ટીન તેની પાડોશમાં રહેતી શાંતાબેન અમરાજી બામણીયાના ઘરે સંતાડી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળતા શાંતાબેનના ઘરે ત્રાટકી ઘરમાં સંતાડી રાખેલ 39 હજારનો વિદેશી દારૂ અને બીયરના ટીન જપ્ત કરી શાંતાબેન ચૌહાણને દબોચી લીધા હતા વિશાલ ચૌહાણ ફરાર થઇ જતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!