19 C
Ahmedabad
Tuesday, November 28, 2023

PM મોદીએ સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ કર્યું


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મોઢ વણિક જ્ઞાતિ મિલકત ટ્રસ્ટ અંબાજી તથા સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ ખાતે મોઢ વણિક જ્ઞાતિ મિલકત ટ્રસ્ટ અંબાજી તથા સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’ના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, વિશ્વમાં જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે એ જ સમાજ આગળ આવ્યો છે. રાજ્યના મોદી સમાજે આ વાતને પ્રાધાન્ય આપીને સમાજના બાળકો માટે હોસ્ટેલની સુવિધા ઊભી કરતું શૈક્ષણિક સંકુલ નિર્માણ કર્યું છે તે સાચી દિશામાં રસ્તો છે. સાથે-સાથે આજ રસ્તે સમાજ કલ્યાણની દિશાઓ ખુલવાની છે એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

વડાપ્રધાનએ કહ્યું હતુ કે, ગઇકાલે તેમણે મોઢેશ્વરી માતાના દર્શન કર્યા હતા આજે સમાજ દેવતાના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. મારા માટે પણ સમાજના ચરણોમાં આવવું અને સમાજના આર્શીવાદ લેવા એ ધન્ય ઘડી છે. મોદી સમાજ અંત્યત સામાન્ય જીવન જીવતો નાનો સમાજ છે. તેમ છતાંય સંકુલ નિર્માણનું ભીગરથ કાર્ય સમાજના સહયોગથી પૂર્ણ થયું છે એ અભિનંદનીય છે. સાથે-સાથે સમાજે એક ચોક્કસ લક્ષ્ય સાથે આ કામ પૂર્ણ કર્યું છે તે સાચી દિશાનું પગલું છે.

Advertisement

વડાપ્રધાનએ, મોદી સમાજના શિસ્ત અને સૌમ્યતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ એવો સમાજ છે જે ક્યારેય કોઇને નડ્યો નથી. સંગઠન જ મોટી શક્તિ છે તે વાત આજે સમસ્ત મોદી સમાજે પુરવાર કરી છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં લાંબા સમય સુધી મુખ્યમંત્રીપદે રહ્યા અને બે વખત વડાપ્રધાન પદે રહ્યા તેમ છતાંય સમાજની એક પણ વ્યક્તિ મારી પાસે કોઇ પણ કામ લઇને આવી નથી. એના દ્વારા સમાજે મને મોટો ટેકો અને તાકાત આપી છે. સાથે-સાથે મારો પરિવાર અને મારો સમાજ મારાથી દૂર રહ્યા છે એટલે વ્યક્તિગત રીતે મારા માટે આજે સમાજના ઋણ સ્વીકારનો અવસર છે. આ સમાજને હું આદરપૂર્વક વંદન કરું છું એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

સિંગાપોરમાં ત્યાના વડાપ્રધાને તેમના વિસ્તારમાં બનાવેલી એક નાની આઇ.ટી.આઇ.નો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ આઇ.ટી.આઇ.માં કૌશલ્ય વર્ધનને અગ્રિમતા આપી છે. આજ રીતે આપણે ત્યાં પણ આજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બને તે ઇચ્છનીય તો છે જ પરંતુ બાળકોના કૌશલ્ય વર્ધનને પણ આપણે ચોક્કસ આકાર આપવો પડશે. હુન્નર હશે તો ક્યારેય પાછા વળીને જોવું નહીં પડે એ સર્વ સત્ય છે. ત્યારે આગામી સમયમાં ડિગ્રીવાળા કરતા હુન્નરવાળાની તાકાત વધવાની છે એ પણ એટલું જ સત્ય છે. શ્રમની પ્રતિષ્ઠા જ પ્રગતિનું ઔષધ છે. આવનારી પેઢી શ્રમ-કૌશલ્યના પગલે જ વધુ પ્રગતિ કરી શકશે એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોદી શૈક્ષણિક સંકુલના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ની એક અનોખી સંસ્કૃતિ વિકસાવી છે. એટલુ જ નહિ સમગ્ર દેશના જરૂરિયાતમંદ લોકોની અપેક્ષાઓ પૂરી કરવાના અશ્વમેઘ યજ્ઞનો આરંભ કર્યો છે. સમાજના દરેક વર્ગના હિતને ધ્યાને રાખીને સર્વપોષક, સર્વસમાવેશક અને સર્વગ્રાહી વિકાસની નવી દિશા આપી છે અને વિકાસની રાજનીતિનો માર્ગ દેશને વડાપ્રધાનએ બતાવ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.

Advertisement

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર તો સમાજના દરેક વર્ગને શિક્ષણ, આરોગ્ય, પાણી, મકાન સહિતની પાયાની સુવિધા પહોંચાડે છે, પણ જ્યારે સામાજની સંગઠનશક્તિ ખભેથી ખભા મિલાવીને, સમાજ કલ્યાણ માટે આગળ આવે છે ત્યારે સોનામાં સુગંધ ભળી જાય છે અને પરિણામે મોદી શૈક્ષણિક સંકુલ જેવા જનહિત પ્રકલ્પોનું નિર્માણ થાય છે, એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

ભૂપેન્દ્રભાઈ પટેલે મોદી શૈક્ષણિક સંકુલની વિશેષતાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મોઢ મોદી સમાજ ગુજરાતનાં નાનાં અને અંતરિયાળ ગામડાંઓમાં વસતો સમાજ છે. આ સમાજના યુવાનો-યુવતી ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ આવે ત્યારે તેમને રહેવા જમવાની સગવડ આ સંકુલમાં મળી રહેશે. આધુનિક સુવિધા સાથેની ૧૨ માળની હોસ્ટેલ તૈયાર થઇ ગઇ છે અને આગામી સમયમાં કોમ્યૂનિટી હોલ બનવાનો છે. આ નવા સંકુલમાં રહી સમાજના યુવાનો ઉચ્ચ-શિક્ષણ ક્ષેત્રે અનેક નવી તકોને ઝડપી શકશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં શિક્ષણ માટે નરેન્દ્રભાઈએ કરેલા સાર્થક પ્રયાસોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના શિક્ષણને આગળ લાવવા અથાગ પ્રયત્નો કરેલા છે. જેના કારણે બે દાયકા પહેલાં ગુજરાતનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ૩૭ ટકા જેટલો હતો, જે આજે ઘટીને ૨ થી ૩ ટકા સુધી આવી ગયો છે. ગુજરાતમાં પહેલાં માત્ર ૨૭ યુનિવર્સિટીઓ હતી. નરેન્દ્રભાઈએ ગુજરાતના યુવાનોને ઘર આંગણે જ વિશ્વકક્ષાનું શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો અને પરિણામે આજે રાજ્યમાં ૧૦૨ યુનિવર્સિટીઓ છે.

Advertisement

લોકાર્પણ સમારંભમાં સંબોધન પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘મોદી શૈક્ષણિક સંકુલ’ની મુલાકાત લઈને દરેક વિભાગ અને વ્યવસ્થાઓને નિહાળી હતી.

Advertisement

સમસ્ત મોઢ વણિક મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ મોદીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, અમદાવાદ એજ્યુકેશન હબ હોઇ સમાજના બાળકોને રહેવા ઉપરાંત શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરવાના હેતુથી આ સંકુલનું નિર્માણ કરાયું છે. આ સંકુલ સમસ્ત મોદી સમાજ માટે ઉપયોગી પુરવાર થવા ઉપરાંત મોદી સમાજના તમામ વાડાઓ માટે એક્તાનું કેન્દ્ર બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!