28.4 C
Ahmedabad
Friday, April 19, 2024

Exclusive: અરવલ્લી આરોગ્ય વિભાગમાં CHOની ભરતીનું મેરિટ જાહેર ન કરાતા શંકા..!!, કંઈ રંધાઈ રહ્યું છે?


અરવલ્લી આરોગ્ય વિભાગમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી પ્રકરણમાં ભ્રષ્ટાચારની બદબુ, રૂપિયા આપો નોકરી લઇ જાવની ચર્ચા

Advertisement

સરકાર ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રયાસો કરી રહી છે પરંતુ સરકારી બાબુઓને ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં ગુલાબી રંગ પસંગ હોવાની બૂમો ઉઠી રહી છે, જેને કારણે સરકારની છવી ખરડાતી હોય છે. આવો જ એક કિસ્સો હાલ અરવલ્લી જિલ્લામાં ચર્ચાઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં CHO એટલે કે, કમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી ઘણાં સમયથી અધ્ધરતાલ છે, એટલું જ નહીં મેરિટ પણ તૈયાર થઇ ગયું છે પણ જાહેર કરતા પહેલા રૂપિયા આપો અને નોકરી લઇ જાઓની રાવ ઉઠવા પામી છે.

Advertisement

CHO ની ભરતી પ્રક્રિયામાં અરજદારો સાથે રૂપિયાની લેતી-દેતીની રકમ નક્કી ન થતાં સમગ્ર પ્રક્રિયા ટલ્લે ચઢી હોવાની વાતોએ જોર પકડ્યું છે. કેટલાક અરજદાર પાસે થી રકમ ઉઘરાવી લેવામાં આવી હોવાનું પણ લોકચર્ચાએ જોર પકડય્યું છે એટલું જ નહીં કેટલાક અરજદાર પાસે રકમ ઉઘરાવાની બાકી હોય એટલે ભરતી અટકાઈ ગઈ છે તેવું લોક મુખે ચર્ચાએ જોર પકડ્યું છે. હવે સમગ્ર ભરતી પ્રક્રિયામાં જિલ્લા વિકાસ અધિકારી રસ દાખવે તેવી માંગ ઉઠવા પામી છે

Advertisement

અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગમાં વિજિલન્સ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકની માંગ
CHO ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા પછી પણ લાંબી પ્રક્રિયા કેમ કરાય છે?
સરકાર બેરોજગારોને રોજગારી આપવા મથામણ કરે છે પણ સરકારી બાબૂઓ કેમ આમ કરે છે તે સવાલ
સરકારની કામગીરી પર ગુલાબી નશામાં તરબોડ સરકારી બાબૂઓ પર તપાસની માંગ

Advertisement

અરવલ્લી જિલ્લાની આરોગ્ય શાખામાં આખે-આખી ભરતી પ્રક્રિયામાં રૂપિયા ખંખેરવા એવો ખેલ રચવામાં આવ્યો છે કે, મેરિટ તૈયાર થઇ જવા છતાં પણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. વાતો એવી પણ ચાલી રહી છે કે, જે લોકોના મેરિટ તૈયાર થઇ ગયા છે તે ઉમેદવારોના સંપર્ક કરીને પૈસા ખંખેરવામાં આવી રહ્યા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

CHO ની જગ્યા ભરવામાં આરોગ્ય તંત્ર ગુલાબી નોટોની રાહ જોઈ રહ્યું છે..??
અરવલ્લી જિલ્લા આરોગ્ય કચેરીમાં છેલ્લા કેટલાક સમય થી ભ્રષ્ટાચારની બુમો ઉઠી રહી છે થોડા સમય પહેલા ગાંધીનગર થી ઉચ્ચઅધિકારો અરવલ્લી જિલ્લા આરોગ્ય કચેરી દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. તપાસ વખતે જિલ્લાના ભષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, તો આ ભરતી બાબતે યોગ્ય તાપસ થાય તેવી જિલ્લા વાસીઓની માંગ ઉઠી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!