33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines શિક્ષણમાં હવે ‘ભગવત ગીતા’ વિષય : ધોરણ 6 થી 12માં ‘શ્રીમદ...

શિક્ષણમાં હવે ‘ભગવત ગીતા’ વિષય : ધોરણ 6 થી 12માં ‘શ્રીમદ ભગવત ગીતા’ નો વિષય ઉમેરાશે

0
474

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં શ્રીમદ ભગવત ગીતાના સિદ્ધાંતો અને તેની અમલવારીને સ્વીકારવામાં આવી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતાનું જ્ઞાન પીરસતું થસે. આ માટ રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ જાણકારી આપતા જણાવ્યું કે, શિક્ષણની સાથે ગુતાના ગુણ, મુલ્યો અને સિદ્ધાંતોનું સિંચન થાય તે હેતુથી ભગવત ગીતાનો વિષય શાળાઓમાં અમલી થનાર છે.

ધોરણ 6 થી 12 માં હવે ‘ધાર્મિક શિક્ષણ’

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, બાળકોમાં ભગવત ગીતાના ગુણો, મુલ્યો, સિદ્ધાંતોનું સિંચન થાય અને  સૌ લોકો ગીતાના જ્ઞાનનો પ્રચાર – પ્રસાર અને સમાજ જીવન માટે ઉપગોયી થશે.  તમણે ઉમેર્યું કે, વર્ષ 2022-23 માં ધોરણ 6 થી 12 માં શ્રીમદ ભાગવદ ગીતાનો અભ્યાસ કરાવાશે, બાળકોને સરળ ભાષામાં વિસ્તૃત માહિતી સાથે રસપ્રદ વિષય બનાવીને ભગવત ગીતા વિષયનો સમાવિષ્ટ કરાશે. આ સાથે જ ધોરણ 6 થી 12 માં  શ્રીમદ ભાગવત ગીતાના સમાવિષ્ઠ મૂલ્યો તેમજ સિદ્ધાંતો ની બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવાશે.

ધોરણ 6 થી 8 માં ભગવત ગીતા વિષયમાં સમાવિષ્ટ મુદ્દા

ધોરણ 6 થી 8 માં શ્રીમદ ભગવત ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ, પાઠ્ય પુસ્તકમાં વાર્તા, પઠન, અને પાઠક સ્વરૂપે રજૂ કરાશે તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું

ધોરણ 9 થી 12માં ભગવત ગીતા વિષયમાં સમાવિષ્ટ મુદ્દા

ધોરણ 9 થી 12 માં શ્રીમદ ભાગવત ગીતાનો પરિચાય, પ્રથમ ભાષાના પાઠ્ય પુસ્તકોમાં વાર્તા અને પઠન, પાઠક વિગેરે સ્વરૂપે આપવામાં આવશે.

આ સાથે જ શાળાઓમાં શ્રીમદ ભગવત ગીતા આધારિત, શ્લોક, ગાન, પઠન, વાર્તા, પ્રાર્થના, નિબંધ, નાટ્યા, ચિત્ર, ક્વિઝ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવશે. આગામી સત્રથી શ્રીમદ ભગવત ગીતા વિષયને સમાવિષ્ટ થનાર છે, ત્યારે 6 થી 12 ની સામગ્રી શાળાઓને આપવામાં આવશે.

શું કહ્યું રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સાંભળો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!