32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ સાબરકાંઠા LCB એ ઇડર રાણી તળાવ પાસેથી ઠંડા કૂલ કૂલ થવાની આઈસ્ક્રીમની...

સાબરકાંઠા LCB એ ઇડર રાણી તળાવ પાસેથી ઠંડા કૂલ કૂલ થવાની આઈસ્ક્રીમની ગાડી માંથી ગરમ વિદેશી દારુ ઝડપી પાડયો

0
178

5,77,560 ના મુદ્દા માલ સાથે એક આરોપીને જડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો

વિધાનસભાની ચૂંટણી નજીક છે અને જિલ્લામાં દારૂ ગુસેડવા માટે બુટીલેગરો અવનવા પેત્રા કરીને દારૂ ઘુસાડવાની તરકીબો શોધીને દારૂ ઘુસાડી રહ્યા છે ત્યારે સાબરકાંઠા LCB એ વધુ એક બુટલેગરને પકડી પાડવામાં સફળતા મેળવી છે.

સાબરકાંઠા જિલ્લામાં મેરા ગુજરાત માટે બ્યૂરો હેડની નિમણૂક કરવાની છે. તાત્કાલિક સંપર્ક કરો : 7383631531

આપનો બાયોડેટા અમને E-Mail પણ કરી શકો છો – meragujarat2022@gmail.com

સાબરકાંઠા LCB ના ઇન્ચાર્જ PI ચાવડાના જણાવ્યા અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે એક ઈસમ આઈસ્ક્રીમના બોલેરો પીકપ ડાલામાં રાજસ્થાન તરફથી વિજયનગર ખેડબ્રહ્મા થઇ ઇડર ત્રણ રસ્તા બાજુ વિદેશી દારૂ ભરી આવી રહ્યો છે ત્યારે પોલીસે બાતમીના આધારે રાણી તળાવ પાસે નાકાબંધી કરી હતી અને બાતમી વાળું સફેદ કલરનું આઇસ્ક્રીમનું પીકપ ડાલુ સામેથી આવતા પોલીસે તેને રોકી અંદર બેસેલા ડ્રાઇવરને રોકી પીકઅપ ડાલુ તપાસતા અંદરથી પેટી નંગ 57 જેમા 1536 નંગ વિદેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો. જે અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એ ચાર લાખના પીકપ ડાલા તેમજ મોબાઈલ સહિત 5,77,560 મુદ્દા માલ સાથે પોલીસે આરોપીની પકડી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.જોકે હાલમાં દારૂ ક્યાંથી લવાયો અને કોને પહોંચાડવાનો હતો તે વિશે પોલીસ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!