કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અરવલ્લી જિલ્લામાં પીએમ મોદી બાદ અમિત શાહની સભા
કોંગ્રેસના ગઢમાં ભાજપનો ધુંઆધાર પ્રાચર-પ્રસાર
જિલ્લાની ત્રણેય બેઠક પર ભાજપે એડીચોટીનું લગાવ્યું જોરAdvertisement
Advertisement
અરવલ્લી જીલ્લાની ત્રણેય વિધાન સભાની બેઠકો કબજે કરવા ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે. ભાજપનો ભગવો લહેરાય તે માટે ભગીરથ પ્રયત્નો અને પ્રચારમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોડાસામાં સભા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સભાનું સોમવારે બપોરે 1:30 વાગ્યે ભિલોડા આર.જી.બારોટ એજ્યુકેશન કેમ્પસમાં આયોજન કરાયું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભિલોડા તાલુકા મથક ખાતે સૌ-પ્રથમવાર આવશે અને ચૂંટણી સભાને સંબોધશે. અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા – મેઘરજ તાલુકાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ધ્વારા તાડામાર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. અરવલ્લી જીલ્લામાં ભિલોડા, મોડાસા, બાયડ ની ત્રણેય વિધાન સભાની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય તે માટે નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસની હજુ સુધી કોઈ જ મોટી સભા નહીં થતાં લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. આમ આદમી પાર્ટીએ પણ સભાઓ ગજવી છે પણ હજુ કોંગ્રેસ કેમ ઊંઘતી છે તે એક સવાલ છે.