34.2 C
Gujarat
Wednesday, July 15, 2026
Home ક્રાઇમ થર્ટી ફર્સ્ટ બંદોબસ્ત હળવો થતા બુટલેગરો બિંદાસ્ત બન્યા : ટીંટોઈ નજીક સ્ટેટ...

થર્ટી ફર્સ્ટ બંદોબસ્ત હળવો થતા બુટલેગરો બિંદાસ્ત બન્યા : ટીંટોઈ નજીક સ્ટેટ મોનેટરીંગ સેલ ત્રાટકી કારમાંથી 1.34 લાખનો દારૂ ઝડપ્યો

0
126

થર્ટી ફર્સ્ટ બંદોબસ્ત હળવો થતા બુટલેગરો બિંદાસ્ત બન્યા : ટીંટોઈ નજીક સ્ટેટ મોનેટરીંગ સેલ ત્રાટકી કારમાંથી 1.34 લાખનો દારૂ ઝડપ્યો

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠલવાઇ રહ્યો છે પોલીસતંત્રમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગત થી બુટલેગરો બેખૌફ લાઈન મારફતે વિદેશી દારૂ લાઈન મારફતે ઠાલવી રહ્યા છે સ્ટેટ મોનીટરીંગ સેલની ત્રણ ટીમો છેલ્લા 10 દિવસથી અરવલ્લી જીલ્લામાં ધામાં નાખ્યા છે સ્ટેટ મોનેટરીંગ સેલે ટીંટોઈ બ્રિજ નજીક કારમાંથી 1.34 લાખના દારૂ સાથે બુટલેગરને દબોચી લેતા જીલ્લા પોલીસતંત્રમાં હડકંપ મચ્યો છે

સ્ટેટ મોનેટરીંગ સેલે દારૂ ભરેલી કાર ઝડપી લેતા મોડાસા રૂરલ અને શામળાજી પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે કર્મીઓ સાથે બુટલેગરોની ભાઈબંધી ચર્ચાના એરણ પર છે થોડા દિવસ અગાઉ પણ સ્ટેટ મોનેરીંગ સેલે આંબલીયારા નજીક દારૂ ભરેલી કાર અટકાવવાનો પ્રયત્ન કરતા બુટલેગરે ફિલ્મીઢબે કાર હંકારી મુકતા તલોદ નજીક સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે ટ્રેક્ટરની આડાશ ઉભી કરી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી

ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમને અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી વિવિધ વાહનો મારફતે દારૂ ઠલવાઇ રહ્યો હોવાની બાતમી મળતા જીલ્લામાં આંટાફેરા વધી ગયા છે સ્ટેટ મોનેટરીંગ સેલને શામળાજી તરફથી વિદેશી દારૂ ભરેલી કાર મોડાસા તરફ આવી રહી હોવાની બાતમી મળતા ટીંટોઈ ઓવરબ્રિજ નજીક વોચ ગોઠવી બાતમી આધારીત કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની 1063 બોટલ કીં.રૂ.134180/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર દિનેશ છગન ડાંગી (રહે,રખિયાવલ-ઉદેપુર, રાજસ્થાન) ને દબોચી લઇ વિદેશી દારૂ, કાર, મોબાઈલ, રોકડ રકમ મળી રૂ.5.42 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વિદેશી દારૂ કારમાં ભરી આપનાર 1)શકાજી રૂપલાજી ડાંગી અને 2) પ્રવીણ ઉર્ફ પ્રકાશ ડાંગી (બને રહે,રાજસ્થાન) અને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અન્ય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!