32.8 C
Gujarat
Friday, August 28, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસા ચાર રસ્તા પ્રાથમીક શાળા કંપાઉન્ડમાં પાર્ક કરેલ જ્યુપિટરની...

અરવલ્લી : મોડાસા ચાર રસ્તા પ્રાથમીક શાળા કંપાઉન્ડમાં પાર્ક કરેલ જ્યુપિટરની ડેકીમાંથી 1.40 લાખ રૂપિયાની ચોરી

0

અરવલ્લી જીલ્લામાં થોડા દિવસથી ચોરીની ઘટનાઓ વધી છે તેમાં પણ કારના કાચ તોડી ચોરી થવી એક્ટિવાની ડેકીમાંથી તેમજ બેંકમાં રૂપિયા ઉપાડતા થેલીમાં બ્લેડનો કાપો મારી રૂપિયા સરકારવી લેતી ગેંગ સક્રિય થતા બેંકમાં લેવડ દેવડ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા શહેરના ચાર રસ્તા પોલીસ ચોકીની સામે આવેલ ગુજરાતી પ્રાથમિક શાળાના કંપાઉન્ડમાં પાર્ક કરેલ જ્યુપિટરની ડેકીમાં રહેલા 1.40 લાખ રૂપિયાની ચોરી થતા ભારે ચકચાર મચી હતી ટાઉન પોલીસે જ્યુપિટરની ડેકીમાંથી ચોરી કરનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મોડાસા શહેરની છાત્રાલયના સંચાલક ડાહ્યાભાઈ લલ્લુભાઇ પરમાર બેંકના કામકાજ અર્થે આવ્યા હતા ચાર રસ્તા પર આવેલ પ્રાથમીક શાળાના કંપાઉન્ડમાં તેમની પાસે રહેલા 1.40 લાખ રૂપિયા ભરેલી બેગ જ્યુપિટરની ડેકીમાં મૂકી લોક કરી બજારમાં કામકાજ અર્થે ગયા હતા થોડી વારમાં પરત ફરતા ડેકીનું લોક તૂટેલું જોતા ચોંકી ઉઠ્યા હતા ડેકીમાં રહેલા 1.40 લાખ રૂપિયા તેમજ ડેકીમાં રહેલા છાત્રાલયના સિક્કા અને અગત્યના ડોક્યુમેન્ટ્સની ચોરી થતા હોફાળા-ફોંફાળા બન્યા હતા ચોરીની ઘટના અંગે ટાઉન પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી અજાણ્યા ચોર ઈસમ સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!