37 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી : રાજ્ય સરકારે 7 નવીન બસની ફાળવણી કરી, મોડાસા ડેપોમાં ત્રણ,...

અરવલ્લી : રાજ્ય સરકારે 7 નવીન બસની ફાળવણી કરી, મોડાસા ડેપોમાં ત્રણ, ભિલોડા અને બાયડ ડેપોમાં બે લકઝરી બસ ફાળવી

0
118

નવિન એસ.ટી.બસ 2×2 નો શુભારંભ :- ભિલોડા થી જામનગર એસ.ટી.બસ નો શુભારંભ :- મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી

હિંમતનગર ડીવીઝનના ભિલોડા એસ.ટી.બસ ડેપો ધ્વારા ભિલોડા થી જામનગર રૂટ ની નવિન એસ.ટી.બસ (2×2) અદ્યતન સુવિધાસભર,આરામદાયક એસ.ટી.બસ સેવા શુભારંભ કરાતા મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી છે.ભિલોડા – મેધરજ ધારાસભ્ય પી.સી.બરંડા, હિંમતનગર એસ.ટી.વિભાગ, D.M.E. આર.બી.વાધેલાએ લીલી ઝંડી બતાવી નવિન એસ.ટી.બસ ને કુંમકુંમ તિલક કરીને,શ્રી ફળ વધેરીને વિધિ-વિધાન પુર્વક પ્રસ્થાન કરાવ્યું હતું.

ભિલોડા એસ.ટી.બસ ડેપો મેનેજર એ.કે.બરંડાએ જણાવ્યું કે, ભિલોડા થી જામનગર રૂટ વાયા (હિંમતનગર, અમદાવાદ, લીંબડી, ચોટીલા, રાજકોટ, ધ્રોલ) જામનગર એસ.ટી.બસ ડેપો ખાતે રાત્રે 8:30 કલાકે પહોંચશે અને જામનગર થી ભિલોડા રૂટ સવારે ૬.૩૦ વાગ્યે ઉપડશે અને સાંજે ૫:૦૦ વાગ્યે ભિલોડા ડેપો ખાતે પરત આવશે તેમ જણાવ્યું હતું.

ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિભાઈ પટેલ, રાજેશભાઈ નિનામા, રસીકાબેન ખરાડી, જીગરભાઈ ત્રિવેદી, અમૃતભાઈ નિનામા, સાવનભાઈ ખાંટ,ગીરીશભાઈ ઉપાધ્યાય, રામઅવતાર શર્મા, જગદીશભાઈ પટેલ, ચેતનસિંહ કચ્છાવા , ભિલોડા એસ.ટી.બસ ડેપો T.I. , દિપકભાઈ સુથાર , A.T.I. , સિધ્ધરાજભાઈ નિનામા, જગદીશભાઈ પટેલ (મહામંત્રી, એસ.ટી.મજદુર સંધ, હિંમતનગર, વિભાગ) , મુકેન્દ્રસિંહ સિસોદિયા, મહેન્દ્રસિંહ ચંપાવત,
જગદીશભાઈ નિનામા, રાજેશભાઈ અસારી સહિત એસ.ટી.બસ ડેપોના કર્મચારીઓ, કંન્ડકટરો, ડ્રાઈવરો સહિત મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!