34 C
Ahmedabad
Sunday, March 16, 2025

અરવલ્લી : મહિલા કંડકટર સાથે મારામારી કરનાર આરોપીને LCBએ સુરતથી દબોચ્યો,આરોપીએ પેસેન્જર ખસેડવા બાબતે હુમલો કર્યો હતો 


ભિલોડાના લાલપુર નજીક બસમાં ભીડ વધુ હોવાથી બસમાં મુસાફરી કરનાર યુવકને બસના મહિલા કંડકટરે આગળ જવાનું કહેતા યુવક ઉશ્કેરાઈ જઈ મહિલા કંડકટર પર હુમલો કરી ગડદા-પાટુનો માર મારતા મુસાફરો મહિલા કંડકટરની મદદે આવતા આરોપી યુવક ફરાર થઇ જતા આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો જીલ્લા એલસીબી પોલીસે ભિલોડાના લાલપુર ગામ નજીક મહિલા કંડકટરે પર હુમલો કરી ગડદા-પાટુનો માર મારી ફરાર આરોપી યુવકને સુરતના રાંદેર વિસ્તારમાંથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે લાલપુર નજીક બસમાં મહિલા કંડકટર પર હુમલો કરનાર અજાણ્યા આરોપીને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા હુમલાખોર યુવક ભિલોડા વાંકાનેર છાપરાનો રાજેશ સવજી હોથા હોવાની અને હાલ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમ સુરત રાંદેર વિસ્તારમાં ધામા નાખી રાજેશ હોથાને ઝડપી લીધો હતો હુમલાખોર આરોપીને શામળાજી પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મહિલા કંડકટર પર હુમલો કરનાર અજાણ્યા આરોપી યુવકને દબોચી લઇ ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!