32 C
Ahmedabad
Saturday, April 20, 2024

બેંક ગ્રાહકો માટે ખુશખબર: બદલી જશે બેંક ખુલવા અને બંધ થવાનો સમય, જાણો હવે શું હશે


Indian Banks Association: જો તમે પોતે બેંક કર્મચારી છો અથવા તમારા પરિવારમાંથી કોઈ બેંક કર્મચારી છે તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. હા, બેંક કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માગ હવે પૂરી થઈ શકે છે. આ મુજબ, બેંક કર્મચારીઓ માટે ટૂંક સમયમાં ફાઈવ ડે વીક (five day week) ની સુવિધા લાગુ કરવામાં આવી શકે છે. આ અંગે ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝ વચ્ચે સમજૂતી થઈ છે. પરંતુ એક મહિનામાં બે રજાઓના વધારાને કારણે બેંક કર્મચારીઓના કામકાજના કલાકોમાં વધારો થશે.

Advertisement

દરરોજ 40 મિનિટ વધુ કામ કરવુ પડશે

Advertisement

નવા કરાર મુજબ બેંક કર્મચારીઓએ દરરોજ 40 મિનિટ વધુ કામ કરવું પડશે. આપને જણાવી દઈએ કે રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા હોય છે. પરંતુ હવે આગામી સમયમાં દર શનિવાર અને રવિવારે બેંકો બંધ રહેશે. આ અંગે ટૂંક સમયમાં નવી વ્યવસ્થા શરૂ થઈ શકે છે. આ અંગે એસોસિએશન દ્વારા સંમતિ આપવામાં આવી છે. બેંક યુનિયનો લાંબા સમયથી પાંચ દિવસ કામ કરવાની માગ કરી રહ્યા છે.

Advertisement

ગયા વર્ષથી એલઆઈસીમાં ફાઈવ ડે વીક

Advertisement

એલઆઈસી (LIC)માં વર્ષ 2022માં શેર બજારમાં લિસ્ટિંગ પહેલા ફાઈવ ડે વીક કરવામાં આવ્યું હતું. તેના પછી બેંક યુનિયનો તરફથી ફાઈવ ડે વીકની માગ ઉગ્ર બની. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સના જનરલ સેક્રેટરી એસ નાગરાજને જણાવ્યું હતું કે, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 25 હેઠળ સરકારે તમામ શનિવારને રજા તરીકે જાહેર કરવી પડશે.

Advertisement

રિપોર્ટ મુજબ, કર્મચારીઓને દરરોજ સવારે 9.45 થી સાંજના 5.30 સુધી 40 મિનિટ વધુ કામ કરવાની જરૂર પડશે. એક વરિષ્ઠ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, આઈબીએ (IBA) દ્વારા આ પ્રસ્તાવ પર સંમતિ આપવામાં આવી છે. બેંક કર્મચારીઓનું કહેવું છે કે, મોટાભાગના ગ્રાહકો મોબાઈલ બેન્કિંગ, એટીએમ અને ઈન્ટરનેટ બેન્કિંગ સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ અત્યારે પણ કેટલાક ગ્રાહકો એવા છે, જે જે બ્રાન્ચની મુલાકાત લેવાનું પસંદ કરે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!