35 C
Ahmedabad
Friday, June 9, 2023

બૉલિવૂડ : હૈદરાબાદમાં શૂટિંગ વખતે બૉલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનને થઈ ઇજા, બ્લૉગમાં કહ્યું- મારી પાંસળીમાં…


અમિતાભ બચ્ચને બ્લોગમાં આગળ લખ્યું કે, ઈજાના કારણે તમામ કામ સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને શૂટિંગ પણ કેન્સલ રાખવામાં આવ્યું છે.

અમિતાભ બચ્ચન હિન્દી સિનેમાના સુપરસ્ટાર છે. તેમના ચાહકો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં છે. આ જ કારણ છે કે, જ્યારે પણ બિગ બી સાથે સારું કે ખરાબ થાય છે, બંને પરિસ્થિતિમાં તેઓ તેમના ચાહકો સાથે તેમના દિલની વાત ચોક્કસ કરે છે. હાલમાં જ સમાચાર આવી રહ્યા છે કે હૈદરાબાદમાં ફિલ્મ ‘પ્રોજેક્ટ K’ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનને ઈજા થઈ છે. તેમની પાંસળીમાં ઈજા થઈ છે. આ જાણકારી ખુદ અભિનેતાએ પોતાના એક બ્લોગમાં આપી છે. કહેવાય છે કે, હૈદરાબાદમાં એક એક્શન સીન શૂટ કરતી વખતે તેમને ઈજા થઈ હતી, ત્યાર બાદથી તેઓ તેમના ઘર ‘જલસા’માં આરામ કરી રહ્યા છે. 

Advertisement

અમિતાભ બચ્ચને બ્લૉગમાં આપી માહિતી

Advertisement

અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં જણાવ્યું કે, તેઓ હૈદરાબાદમાં તેમની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ K’નું શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક એક્શન સીન શૂટ થવાનો હતો. તે કરતી વખતે તેમને ઈજા થઈ છે. પાંસળીનું હાડકું તૂટી ગયું છે અને જમણી બાજુની પાંસળીના સ્નાયુઓ ફાટી ગયા છે. આથી શૂટ રદ કરવામાં આવ્યું છે. હૈદરાબાદની એક હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવ્યું હતું અને ડૉક્ટરની સલાહ પર તેઓ હાલ તેમના ઘરે ‘જલસા’માં આરામ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પાટો કરવામાં આવ્યો છે અને બાકીનું પણ નિરીક્ષણ હેઠળ છે. હલનચલન અને શ્વાસ લેવામાં થોડી તકલીફ થાય છે. તેમને સાજા થવામાં થોડો સમય લાગશે. કેટલીક દવા પણ ચાલી રહી છે.

Advertisement

ચાહકોને ન મળવા બદલ દુ:ખ વ્યક્ત કર્યું

Advertisement

અમિતાભ બચ્ચને બ્લોગમાં આગળ લખ્યું કે, ઈજાના કારણે તમામ કામ સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને શૂટિંગ પણ કેન્સલ રાખવામાં આવ્યું છે, જ્યાં સુધી સંપૂર્ણ સારવાર ન થાય ત્યાં સુધી કશું કામ નહીં કરી શકે. તેમણે કહ્યું કે, હું જલસામાં આરામ કરી રહ્યો છું અને અગત્યના કામો માટે મોબાઈલ પર એક્ટિવ છું. પણ એ કહેવું થોડું મુશ્કેલ છે કે હું આજે સાંજે જલસાના ગેટ પર ચાહકોને મળી શકીશ કે નહીં. એટલા માટે તમે લોકો આવતા નહીં. અને જે લોકો આવવાનું વિચારી રહ્યા છે તેમને પણ આ વાત જણાવી દો. બાકીનું બધું બરાબર છે.

Advertisement

આ પહેલા પણ થઈ હતી ઇજા

Advertisement

નોંધનીય છે કે, થોડા સમય પહેલા ‘કૌન બનેગા કરોડપતિ 14’ના સેટ પર બિગ બી સાથે અકસ્માત થયો હતો. તેમના પગની નસ ફાટી ગઈ હતી, જેથી સતત લોહી વહેવાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે અભિનેતાએ ખુદ લોકોને આ વિશે જણાવ્યું હતું. ખૂબ જ મુશ્કેલીથી ડોક્ટરે લોહીનો પ્રવાહ બંધ કર્યો હતો.

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!