34 C
Ahmedabad
Thursday, March 28, 2024

અરવલ્લી : મોડાસામાં વેરા બાકીદારોની ત્રણ દુકાનો સીલ, 10 હજારથી વધુ વેરો બાકીદારો સામે નગરપાલિકાની લાલ આંખ


 

Advertisement

મોડાસા નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલ મિલકતોના કેટલાક ધારકો ચાલુ વર્ષ સહીત પાછલા વર્ષોનો બાકી ટેક્ષ વારંવારની તાકીદ છતાં ભરતા નથી ત્યારે પાલિકા તંત્રએ આવા રીઢા બાકીદારો સામે લાલ આંખ કરી સીલીંગ કાર્યવાહી હાથધરી હતી મોડાસા માર્કેટયાર્ડમાં બે દુકાનો અને સુકાબજારમાં એક દુકાનને સીલ કરી દેવામાં આવી છે પાલિકાની શખ્ત કાર્યવાહીના પગલે વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે

Advertisement

મોડાસા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ 28 હજારથી વધુની મિલકતો સામે 7 કરોડથી વધુ મિલકત સહીતના વેરા આકરવામાં આવે છે. જેની સામે પાલિકા દ્વારા નગરજનોને પાણી, સ્ટ્રીટલાઈટ, સફાઈ, રોડ-રસ્તા, બાગબગીચા સહિતની સેવાઓ વિકાસ કામો દ્વારા પૂરી પડાય છે. મોડાસા નગરપાલિકાના ઇન્ચાર્જ ટેક્ષ સુપ્રીન્ટેન્ડેન્ટ અને તેમની ટીમ દ્વારા 5 કરોડ વેરો વસુલાત કરવામાં આવ્યો છે 2 કરોડથી વધુના વેરા વસુલાત કરવા સખ્તાઈ પૂર્વક કામગીરી હાથધરવામાં આવી છે જેમાં 10 હજારથી વધુ મિલ્કત વેરા બાકીદારોની મિલકત સીલ કરવામાં આવી રહી છે મોડાસા શહેરના માર્કેટયાર્ડમાં બે દુકાન અને સુકાબજારમાં એક દુકાન સીલ કરી નોટિસ લગાવી દીધી છે જેમાં મિલકત સીલ તોડવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ ગુન્હાને પાત્ર ઠરશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ઇન્ચાર્જ વેરા વસુલાત અધિકારીએ જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!