બિન સચિવાલય ક્લાર્ક-ઓફિસ આસિસટન્ટ સંવર્ગમાં ૨૩૦૬ – ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨માં ૧૩૩ અને ખેતીવાડી અધિકારી વર્ગ-૨ સંવર્ગમાં ૯૨નું નવું માનવબળ રાજ્ય વહીવટી તંત્રને પ્રાપ્ત થયું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત યુવાઓને વડાપ્રધાનએ આપેલી કર્મયોગીની ભાવના ચરિતાર્થ કરી તેમની પાસે આવતા અરજદાર-સામાન્ય માનવીની સમસ્યાઓ નિવારવામાં સંપૂર્ણ નિષ્ઠાથી કર્તવ્યરત રહેવા આ તકે આહવાન કર્યું હતું.
તેમણે કહ્યું કે ભરતી પરીક્ષાઓ અને નિમણૂકો વિલબમાં ન પડે, ઉમેદવારોની સ્થિતિ પીડાદાયક ન થાય, તેવા યુવાહિત અભિગમથી આપણે ભરતી પરીક્ષામાં ગેરરીતિઓ રોકવા અને ગેરરીતિ આચરનારાઓને નશ્યત કરવા કડકમાં કડક સજાનું વિધેયક વિધાનસભામાં પસાર કર્યું છે.
મુખ્યમંત્રીએ નવી નિમણૂક મેળવી રહેલા સૌ યુવાઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે લક્ષિત મંઝિલ સુધી પહોંચવા કે મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા નૈતિકતા કદી ન છૂટવી જોઈએ તેનું સતત ધ્યાન રાખવાનું છે.
તેમણે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ અને રાજ્યના અમૃતકાળમાં ગુડ ગવર્નન્સથી પ્રજાકલ્યાણ-જનતાની જનસેવા માટેના સમર્પિત ભાવથી કર્તવ્યરત રહી આ અમૃતકાળ જનસેવાનો અમૃતકાળ બનાવવા પણ નવી નિમણૂક પામેલા કર્મીઓને પ્રેરણા આપી હતી.