રંગોત્સવનો પર્વ ખેડૂતો માટે દુઃખોત્સવ બન્યો : અરવલ્લીમાં કમોસમી માવઠાએ ખેતીનો સોથ વાળ્યો,પવન અને કરા ખેડૂતો માટે દેવારૂપી બન્યા
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરને પગલે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી અરવલ્લી જીલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખેતરમાં ઉભા પાક અને ખેતરમાં લણીને રાખેલ ઘઉં સહીત અન્ય પાકોનો સોથ વળી જતા ખેડૂતો માટે હોળી પર્વ આફતનું પર્વ સાબિત થયું હતું કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ખેડૂતોએ સરકાર દ્વારા સર્વે કરાવી નુકશાનની વળતર ચુકવવામાં આવેની માંગ પ્રબળ બની છે
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં સોમવારે સાંજના સુમારે એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને તેજ પવન ફૂંકાવો શરૃ થયો હતો. આ સાથે પ્રચંડ ગાજવીજ અને વાદળોનો ગડગડાટ ચાલું થતાં લોકો ભયભીત બની ગયા હતા.થોડી જ મિનિટોમાં કેટલાક વિસ્તરોમાં મિનિ વાવાઝોડા જેવા તોફાની પવન સાથે ક્યાંક છાંટા તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી પડયો હતો સમગ્ર જીલ્લામાં કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિંતામાં સરી પડ્યા હતા કમોસમી વરસાદ ખાબકતા ઘઉં, ચણા, અડદ, બટાકા, શાકભાજીના પાકોને નુકશાન થવાની ભીતિ છે. ઘઉં, કપાસ, ચણા જેવા પાકો માર્કેટમાં પહોંચાડવાના સમયે વરસાદ જાણે વિલન બનતા ખેડૂતો માટે પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે