30 C
Ahmedabad
Tuesday, April 23, 2024

BJPએ પોસ્ટર દ્વારા કર્યો AAP પર પ્રહાર, ‘સિસોદિયા-સત્યેન્દ્ર ઝાંખી, હજુ કેજરીવાલ બાકી’


દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ‘AAP’ નેતા મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં છે. આજે તેના જામીન પર કોર્ટમાં સુનાવણી થવાની છે. આ પહેલા દિલ્હી ભાજપે મોટો હુમલો કર્યો છે

Advertisement

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ‘AAP’ નેતા મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં છે. આજે તેના જામીન પર કોર્ટમાં સુનાવણી થવાની છે. આ પહેલા દિલ્હી ભાજપે મોટો હુમલો કર્યો છે. ‘આપ’ના બે મોટા નેતા સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા આ દિવસોમાં જેલમાં છે, ત્યારે ભાજપે એક પોસ્ટર જાહેર કરીને આમ આદમી પાર્ટી પર મોટો પ્રહાર કર્યો છે. ભાજપે પોસ્ટર જાહેર કરીને આપ પર જબરદસ્ત કટાક્ષ કર્યો છે.પોસ્ટર નામ જોડી નંબર વન-1

Advertisement

ફિલ્મના પોસ્ટર તરીકે રિલીઝ થયેલા આ પોસ્ટરને જોડી નંબર વન-1 નામ આપવામાં આવ્યું છે. પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ આમ આદમી પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવી રહી છે. એવું પણ કહેવાયું છે કે અરવિંદ કેજરીવાલ દ્વારા નિર્મિત આ ફિલ્મ હવે તિહારના સિનેમાઘરોમાં છે. પોસ્ટરમાં ભાજપે મનીષ સિસોદિયાને દારૂ કૌભાંડી અને સત્યેન્દ્ર જૈનને હવાલા કૌભાંડી કહ્યા છે. પોસ્ટ રિલીઝ કરીને ટ્વીટ કર્યું, “મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર તો ઝાંખી છે, સરગના કેજરીવાલ હજુ બાકી છે.”

Advertisement

ભાજપે કેજરીવાલને કહ્યા માસ્ટરમાઇન્ડ
દિલ્હી ભાજપે મનીષ સિસોદિયાની જેલમાં ED દ્વારા ધરપકડ બાદ નવું પોસ્ટર બહાર પાડ્યું છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વગેરે તો પ્યાદા છે, માસ્ટરમાઇન્ડ તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે, તેથી હવે પછીની ધરપકડ કેજરીવાલની થવાની છે.

Advertisement

નોંધનીય છે કે, દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે સુનાવણી થશે. સીબીઆઈ કોર્ટ એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં જામીન અરજી પર સુનાવણી કરશે. EDએ મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી પહેલા ધરપકડ કરી. ED આજે સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરશે.

Advertisement

EDએ તિહાર જેલ નંબર 1માંથી મનીષ સિસોદિયાની ધરપકડ કરી. ગુરુવારે 8 કલાકની પૂછપરછ બાદ EDએ સિસોદિયાની ધરપકડ કરી. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. સિસોદિયાની બે દિવસમાં લગભગ 14 કલાક જેલની અંદર પૂછપરછ કરવામાં આવી. ED અનુસાર, મનીષ સિસોદિયાએ પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબો આપ્યા ન હતા. એક્સાઇઝ કેસમાં કે. કવિતાની ભૂમિકા અને 100 કરોડની કિક બેક અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!