36 C
Ahmedabad
Friday, March 29, 2024

સાબરકાંઠા: કડોલી ગામની સીમમાંથીથી પરપ્રાતિય યુવકની લાશ મળી, SP સહિત પોલિસનો કાફલો ઘટનાસ્થળે


કડોલી ગામની સીમમાંથી પર પ્રાંતિય યુવકની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી,SP સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
મૃતક ઇલોલ ગામમાં પેરિસ હેર સલૂન નામની દુકાન ચલાવતો હતો
હત્યા કરાયી હોવાની આશંકા પોલીસે ત્રણ શંકાસ્પદ લોકોને પૂછપરછ હાથ ધરી

Advertisement

હિંમતનગરના કડોલી ગામના છેવાડા ખાતે આવેલ કોતરોના ખરાબા વિસ્તારમાથી કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી હોવાની પોલીસને જાણ થતા સાબરકાંઠા એસપી વિશાલ વાઘેલા સહિત એલસીબી એસોજી ગ્રામ્ય પોલીસ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને થોડી જ વારમાં લાશને ઓળખ પણ થઈ ગઈ હતી.એક દિવસ અગાઉ યુવકના ગુમ થવાની ફરિયાદ શખ્સ સહિત ત્રણ લોકોની શકના આધારે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

કડોલીના વાંધા કોતર વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો કોથળો ઢાંકેલી હાલતમાં ત્રણ કે વધુ દિવસથી પડી રહેલ લાશ મળી આવતા રૂરલ પોલીસને જાણ કરાતા સ્થાનિક પોલીસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ એસોજી સહિત સાબરકાંઠા એસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Advertisement

ત્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસે મૃતકને ઓળખ કરતા ઈલોલમાં પેરિસ નામની સલુનની દુકાન ચલાવતા અકબર અબ્દુલ સલામ અહમદ (રહે સિધ્ધપુર બીજનોર,ઉત્તર પ્રદેશનો) હોવાનો જાણવા મળ્યું હતું.
સ્થાનિક અગ્રણી નિઝામ ભાઈના જણાવ્યા અનુસાર મૃતક અકબર છેલ્લા પાંચ છ વર્ષથી ઈલોલમાં પેરિસ સલૂન નામની દુકાન ચલાવતો હતો અને થોડા સમમાંજ અગાઉ તેનો અકસ્માત થયો હોવાને કારણે તે અન્ય ઈસમોને દુકાન ચલાવવા આપી પોતાને વતન ગયો હતો ગત શુક્રવાર રાત્રે તે પરત ફર્યો હતો.

Advertisement

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બે દિવસ અગાઉ અકબરના ગુમ થયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી

Advertisement

સાબરકાંઠા LCB પીઆઈના જણાવ્યા અનુસાર લાશ ડીકમ્પોઝ સ્થિતિમાં મળી આવી છે. મૃતકના શરીર પર થયેલી ઇજાને મોતનું કારણ અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!