28 C
Ahmedabad
Friday, March 29, 2024

માવઠાને કારણે પાક પર અસર થઈ હોવાથી અન્ય કેરીની આવકમાં પણ ઘટાડો થયો, ખરાબ હવામાનથી કેસર કેરી 15 દિવસ મોડી આવશે


ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત ઉપરાંત દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થવાને લીધે કેસરીના પાક પર પણ અસર પડી છે. હાલમાં રત્નાગીરી હાફૂસ, કેરળની હાફૂસ, પાયરી, સુંદરી અને બદામ કેરીની આવક ધીરે ધીરે શરૂ થઈ છે.

Advertisement

ઉનાળાની શરૂઆત પહેલાં જ આ વર્ષે રાજ્યમાં બેથી ત્રણ માવઠા થતાં કેસર કેરીના પાક પર અસર થઈ છે.માવઠાને લીધે કેસર કેરીની આવક 15 દિવસ મોડી પડી શકે છે. સામાન્ય પણે માર્ચના અંત સુધીમાં બજા૨માં કેસર કેરીની આવક શરૂ થઈ જતી હોય છે. ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત ઉપરાંત દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થવાને લીધે કેસરીના પાક પર પણ અસર પડી છે. હાલમાં રત્નાગીરી હાફૂસ, કેરળની હાફૂસ, પાયરી, સુંદરી અને બદામ કેરીની આવક ધીરે ધીરે શરૂ થઈ છે.

Advertisement

વેપારીઓના કહેવા મુજબ એપ્રિલના પહેલા સપ્તાહથી સારી કેસરની આવક શરૂ થઈ જશે. જો કે માવઠાને કારણે પાક ઓછો ઉતરવાના પારણા હોવાથી થઈ જશે. હાલ કેરીના ભાવ ઊંચા બોલાય છે. સામાન્ય પણે સિઝનમાં વિવિધ જાતની કેરીની રોજની 40થી 45 ટ્રક આવક થતી હોય છે. હાલ રોજ માંડ 4થી 5 ટ્રક કેરી આવે છે. રત્નાગીરી હાફૂસનો બે ડઝનનો ભાવ 1500થી છે. 1700 છે પરંતુ છૂટક બજારમાં રૂ.2 હજારે વેચાય છે. હજુ કેસરની આવક પૂરતા પ્રમાણમાં નહીં થઈ હોવાથી ગત વર્ષની સરખામણીએ ભાવ 25થી 30 ટકા વધુ ચાલે છે. ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર જૂનાગઢ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી એકવાર કેસર કેરીની આવક મોટાપાયે શરૂ થશે પછી ભાવ સપાટી આપોઆપ જળવાઈ રહેશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!