30 C
Ahmedabad
Monday, May 29, 2023

અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં વૃક્ષો વાવવા પાછળ કરોડોનો ધુમાળો, છતાં પરિણામ શૂન્ય !!!


અમદાવાદ શહેરમાં છેલ્લાં 3 વર્ષમાં વૃક્ષો વાવવા પાછળ કરોડોનો ખર્ચ કરાયો પણ તેનું જતન ન થયું, વૃક્ષારોપણ માટે 12 કરોડ ખર્ચ છતાં ફોરેસ્ટ કવર 48% ઘટ્યું

Advertisement

અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા થતા વૃક્ષારોપણમાં 179 ટકાનો વધારો થયો છે. 2017-18માં કુલ 70,818 વૃક્ષો વાવ્યા હતા, જે 2021-22માં 12,82,014 થયા હતા.

Advertisement

વર્ષ 2013માં યુનાઇટેડ નેશન્સ દ્વારા 21 માર્ચને ‘ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ’ તરીકે ઉજવવામાં આવે છે. આનો ઉદ્દેશ જંગલો અને તેની બહારની વૃક્ષોની મહત્વતા સમજાવવી અને તેની વિશે જાગૃતિ ફેલાવવાનો છે. જેથી વર્તમાન અને ભાવિ પેઢેને યોગ્ય જીવવા યોગ્ય વાતાવરણ મળી રહે. અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા થતા વૃક્ષારોપણમાં 179 ટકાનો વધારો થયો છે.

Advertisement

2017-18માં કુલ 70,818 વૃક્ષો વાવ્યા હતા, જે 2021-22માં 12,82,014 થયા હતા. તેની પાછળ ખર્ચની વાત કરીએ તો તેમાં છેલ્લા 3 વર્ષમાં જ 116% નો વધારો થયો છે. વર્ષ 2019-20માં વૃક્ષારોપણ માટે 1 કરોડ 94 લાખનો ખર્ચો કર્યો હતો, જે 2021-22માં વધીને 7 કરોડ 39 લાખ થયો હતો. પરંતુ ભારત સરકારના ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ અમદાવાદનું ફોરેસ્ટ કવર 48% ઘટ્યું છે. 2011માં અમદાવાદનું ફોરેસ્ટ કવર 17.96 સ્કેવેર કિલોમીટર હતું, જે 2021માં ઘટીને 9.41 સ્કેવેર કિલોમીટર થયું છે. રાજ્યની વાત કરીએ તો 14,926 સ્કવેર કિલો મીટરમાં ફોરેસ્ટ એરિયા છે, જે કુલ એરિયાનો 7.6 ટકાનો ભાગ ધરાવે છે. ફોરેસ્ટ કવરમાં મુખ્ય મેગા સિટીની વાત કરીએ તો અમદાવાદ છેલ્લેથી બીજા નંબરે આવે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!