33 C
Ahmedabad
Tuesday, April 23, 2024

અરવલ્લીના બાયડમાં વીજ બિલ ભરવાનું કહેતા બબાલ, જિ. શિક્ષણ સમિતિના ચેરમેનના પુત્ર સહિત 3 સામે ફરિયાદ


અરવલ્લીઃબાયડના જુની વાસણી ગામે બાકી વીજ બિલની રકમ માંગતાં વીજકર્મીઓને જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પુત્ર સહિત અન્ય બે શખ્સોએ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

Advertisement

બાયડ તાલુકાના જુની વાસણી ગામે વીજ કર્મચારીઓ સાથે બનવા પામ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન રમેશભાઈ પટેલના પુત્ર સહિત અન્ય બે શખ્શો વીજ કર્મચારીઓ સાથે દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે, જીલ્લામાં શિક્ષણ જેવા શિસ્ત બદ્ધ વિભાગના જિલ્લા પંચાયતના ચેરમેન પણ આ માથાકૂટ વખતે વીડિયોમાં હાજર જોવા મળી રહ્યા છે. સમગ્ર મામલે આંબલિયારા પોલીસ મથકે જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પુત્ર સહિત અન્ય બે શખ્સો સામે પોલિસ ફરિયાદ નોંધાવા પામી છે.

Advertisement

બાયડ તાલુકાના જુની વાસણી ગામે વીજબિલનાં નાણાં ન ભરતાં વીજ જોડાણ કાપવા ગયેલા કર્મચારીઓએ વીજ જોડાણ કાપી નાખ્યા બાદ ગામમાંથી બહાર નીકળી રહ્યા હતા તે સમયે આરોપીઓએ ગાડી રોકી જાનથી મારી નાખવાની ધમકી આપીને મારૂ વીજ જોડાણ કેમ કાપ્યું તેમ જણાવી ગાળાગાળી કરી સરકારી કામમાં રૂકાવટ ઉભી કરતાં UGVCL ની પેટા વિભાગીય નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા જતીન વિષ્ણુભાઈ પંચાલ રહે. ચંદ્રપ્રભુ સોસાયટી, તલોદ એ જશવંતભાઈ રામભાઈ પટેલ, આનંદભાઈ જશવંતભાઈ પટેલ અને જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પુત્ર રાજ રમેશભાઈ પટેલ તમામ રહે. જુની વાસણી સામે આંબલિયારા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 19 મી માર્ચના રોજ વીજબિલની રકમ બાકી હોવાથી બપોરના સમયે વીજ જોડાણ કાપીને નીકળતા હતા ત્યારે ધસી આવેલા શખ્સો પૈકી ત્રણ શખ્સોએ મારૂ વીજ જોડાણ કોણે કાપી નાંખ્યુ છે. કોની રજાથી મારા ઘરમાં પેઠા હતા. આજે જીવતા જવા દેવાના નથી તેમ કહીને ગાળાગાળી કરી હતી. વીજ જોડાણ પાછા નહીં જોડી આપો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. વીજકર્મચારી જતિન પંચાલની ફરિયાદના આધારે આંબલિયારા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!