32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત વર્ષ 2023 ની MBBS પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી મુસ્લિમ સમાજનું ગૌરવ વધારતી...

વર્ષ 2023 ની MBBS પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી મુસ્લિમ સમાજનું ગૌરવ વધારતી શાદીન દાદુ

0
283

ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ વર્ષ 2023 ની MBBS પરીક્ષામાં મોડાસાના વતની, હાલ અમદાવાદમાં રહેતા શાદીન મુહમ્મદ અમીન દાદુ એ જ્વલંત સફળતા મેળવીને સમગ્ર મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું છે. તેમણે સોલા સિવિલ મેડિકલ કોલેજ (GMERS) માં પ્રથમ રેન્ક અને ગુજરાત યુનિવર્સિટીની તમામ મેડિકલ કોલેજોમાં નવમો રેન્ક પ્રાપ્ત કર્યો છે. ઉચ્ચ શિક્ષિત પરિવારમાં જન્મ લેનાર શાદીનના પિતા એન્જિનીયર અને માતા ડૉક્ટર છે. તેમના ભાઈ ફહદ પણ MD Medicine ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષિત પરિવારના પ્રોત્સાહન અને પ્રેરણાથી તેઓ આગળ ઉચ્ચ અભ્યાસ માટે પ્રતિબદ્ધ છે. એક નિપુણ ડૉક્ટર બનીને સમાજ અને દેશની સેવા કરવાની તેમની મહેચ્છા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!