36 C
Ahmedabad
Friday, March 29, 2024

રાજકોટમાં રોગચાળો વકર્યો: કોર્પોરેશન દ્વારા અનેક જગ્યાએ ફોગિંગની કામગીરી, અનેકને મચ્છરના ઉપદ્રવ સબબ નોટીસ ફટકારી


રાજકોટમાં રોગચાળો વકર્યો: કોર્પોરેશન દ્વારા અનેક જગ્યાએ ફોગિંગની કામગીરી, અનેકને મચ્છરના ઉપદ્રવ સબબ નોટીસ ફટકારી ગત સપ્તાહે સતત વરસેલ કમોસમી વરસાદના કારણે શહેરમાં રોગચાળો બેકાબૂ થયો હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

એક સપ્તાહમાં શરદી-ઉધરસ, તાવ અને ઝાડા-ઉલ્ટીના 509 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાનો પણ એક કેસ મળી આવ્યો હતો. રોગચાળાને નાથવા માટે કોર્પોરેશન દ્વારા લેવામાં આવી રહેલા તમામ પગલાંઓ જાણે બેઅસર પૂરવાર થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરમાંથી મેલેરિયાનો એક કેસ મળી આવ્યો હતો. આ ઉપરાંત શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલમાંથી શરદી-ઉધરસના 390 કેસ, સામાન્ય તાવના 42 કેસ, ઝાડા-ઉલ્ટીના 77 કેસ નોંધાયા હતાં. ગત સપ્તાહે ડેન્ગ્યૂ અને ચીકન ગુનિયાનો નવો એકપણ કેસ નોંધાયો નથી. રોગચાળાને નાથવા માટે 5,680 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 316 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. બિનરહેણાંક હોય તેવી 236 મિલકતોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જે અંતર્ગત આઠ મિલકતોમાંથી મચ્છરના લારવા મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે રહેણાંક વિસ્તારોમાં 151 આસામીઓને મચ્છરના ઉપદ્રવ સબબ નોટિસ અપાઇ હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!