29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines 5 દિવસમાં 1.10 કરોડનું ડિજિટલ સોનું ખરીદાયું પોસ્ટ વિભાગની ડિજિટલ સોવરેન ગોલ્ડ...

5 દિવસમાં 1.10 કરોડનું ડિજિટલ સોનું ખરીદાયું પોસ્ટ વિભાગની ડિજિટલ સોવરેન ગોલ્ડ યોજનામાં ખેડા જિલ્લો રાજ્યમાં બીજા નંબરે

0
1034

5 દિવસમાં 1.10 કરોડનું ડિજિટલ સોનું ખરીદાયું પોસ્ટ વિભાગની ડિજિટલ સોવરેન ગોલ્ડ યોજનામાં ખેડા જિલ્લો રાજ્યમાં બીજા નંબરે તા. 6થી 10 માર્ચ સુધીમાં ખેડા જિલ્લાની 72 પોસ્ટ ઓફિસમાંથી 1.9 કિલો સોનાનું વેચાણ નોંધાયું, છેલ્લે દિવસે સૌથી વધુ ખરીદી પોસ્ટ વિભાગે તાજેતરમાં તા.6 થી 10 સુધી .ડિજિટલ સોવરેન ગોલ્ડ યોજના બહાર પાડી હતી.

જેમાં ફક્ત 5 દિવસમાં ખેડા જિલ્લાના લોકોએ રૂ.1.10 કરોડનું ડિજિટલ સોનું ખરીદ્યું હતુ. જિલ્લાની 72 પોસ્ટ ઓફિસ માંથી 1.9 કિલો સોનાનું વેચાણ થયું હતું. રાજ્યમાં 1.9 કિલોના સોનાના વેચાણ સાથે ખેડા જીલ્લો બીજા ક્રમે રહ્યો હતો. જ્યારે પ્રથમ નંબર સુરતનો આવ્યો હતો. ડિજિટલ સોવરેન ગોલ્ડ યોજના બહાર પાડી થોડા સમયથી શેર માર્કેટમાં થતી ઉથલ પાથલને લઇ અનેક લોકોને મૂડી ખોવાનો વારો આવ્યો છે. શેર માર્કેટ થતા નુકસાનને લઇ લોકો સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે. જેનો લાભ પોસ્ટ વિભાગને થયો છે. જેમના ઘરે 8 થી 10 વર્ષ બાદ દિકરીના લગ્ન હોય કે સંતાનોના ઉચ્ચ અભ્યાસ માટે ખર્ચ કરવાનો હોય તેવા પરિવારો દ્વારા પોસ્ટ માંથી ડિજીટલ સોનાની ખરીદી કરવામાં આ‌વી હતી. પોસ્ટ માંથી ડિજીટલ સોનાની ખરીદી કરવામાં આ‌વી જેમાં સોવરેન ગોલ્ડ યોજનાના પ્રથમ દિવસે રૂ. 1,08,180 નું 20 ગ્રામ ગોલ્ડ, બીજા દિવસે રૂ. 12,44,070 નું 230 ગ્રામ ગોલ્ડ, ચોથા દિવસે રૂ.17,30,880નું 320 ગ્રામ ગોલ્ડ અને છેલ્લા દિવસે રૂ.76,69,962 નું 1418 ગ્રામ ગોલ્ડનું વેચાણ પોસ્ટમાં થયું હતું. જેને લઇ પાંચ દિવસમાં રૂ.1,07,53,092 નું 1988 ગ્રામ ડિજિટલ સોનાનું વેચાણ નોંધાવવા પામ્યું હતું. જિલ્લામાંથી 44 લોકોએ ગોલ્ડની ખરીદી કરી ભવિષ્યમાં આવતા અગત્યના ખર્ચ માટે બચાવના ભાગ રૂપે લોકોએ પોસ્ટ વિભાગ માંથી ડિજિટલ ગોલ્ડ ખરીદ્યું હતું. જેમાં પોસ્ટ વિભાગની સોવરેન ગોલ્ડ યોજનાનો જિલ્લા માંથી 44 લોકોએ લાભ લીધો હતો. આ યોજનામાં પોસ્ટ વિભાગ ગ્રાહકો દ્વારા ખરીદાયેલ ડિજિટલ ગોલ્ડને આઠ વર્ષ બાદ જેતે સમયના સોનાના ભાવ પ્રમાણે ડિજિટલ ગોલ્ડ આપે છે. આ ઉપરાંત 2.5 ટકા વ્યાજ પણ આપવામાં આવે છે. ત્યારે વધતા જતા સોનાના ભાવને જોતા અત્યારે કરેલી બચતથી ગ્રાહકોને મોટો નફો મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!