37 C
Ahmedabad
Thursday, March 28, 2024

અરવલ્લી : હિન્દૂ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે Dy.SP કે.જે.ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક


મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં હાલમાં ચાલી રહેલા મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ અને રામનવમી પર્વની ઉજવણીને અનુલક્ષીને મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જીલ્લા પોલીસતંત્ર સજ્જ બન્યું છે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે.જે ચૌધરીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દૂ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લા સહીત મોડાસા શહેરમાં આગામી 30માર્ચને ગુરૂવારના રોજ રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવશે.રામ નવમી નિમિત્તે શ્રીરામ ભગવાનની શોભાયાત્રા પણ નીકળનાર છે. બીજી બાજુ મુસ્લિમ સમાજમાં પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે. ત્યારે આ બંન્ને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવા જિલ્લા પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે ઠેકઠેકાણે હદ ધરાવતા પોલીસ મથકોમાં શાંતિ સમિતિની બેઠક યોજાવાનું નક્કી કરાયું છે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં બંન્ને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ભાઈચારાથી તહેવારોની ઉજવણી કરવા ડીવાયએસપી કે.જે.ચૌધરી અને પીઆઇ ડી.કે.વાઘેલાએ આહવાન કર્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!