મોડાસા સબજેલના ખૂણેખૂણાં ફંફોસી માર્યો, પ્રતિબંધિત ચીજવસ્તુઓ ન મળતા જેલ સત્તાધીશોનો હાશકારો
Advertisement
ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ પછી રાજ્યની વિવિધ જેલોમાં સર્ચ ઓપરેશન હાથધરાયું હતું અરવલ્લી એસપી સંજય ખરાતની ઉપસ્થિતિમાં મોડાસા સબજેલમાં સર્ચ ઓપરેશન હાથધરવામાં આવ્યું હતું આ કાર્યવાહીમાં ડીવાયએસપી કે.જે.ચૌધરી, એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો અને મોડાસા ટાઉન પોલીસની ટિમો જોડાઈ હતી મોડાસા ટાઉન પોલીસે બોડીવોર્ન કેમેરા સાથે જેલના તમામ બેરેકમાં બારીકાઇથી ચેકીંગ હાથ ધર્યુ હતું
મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી સબજેલમાં સવારે 7 વાગ્યાના સુમારે જીલ્લા પોલીસવડા સંજય ખરાત કોઈ પણ પ્રકારની જેલ પ્રશાસનને પૂર્વ સૂચના આપ્યા વગર પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા અને જેલ અધિક્ષક જે.જી.ચાવડાની હાજરીમાં કેદીઓની રહેણાંક બેરેક,ટોયલેટ, બાથરૂમ અને કંપાઉન્ડ સહીત દરેક જગ્યાએ બોડીવોર્ન કેમેરા સાથે પોલીસકર્મીઓએ સઘન ચેકીંગ હાથધર્યું હતું સમગ્ર જેલમાં એક કલાકથી વધુ સમય ચાલેલા સર્ચ ઓપરેશાનમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી ન આવતા જેલ સત્તાધીશોએ હાશકારો અનુભવ્યો હતો મોડાસા સબજેલમાં વહેલી સવારે પોલીસ વાહનો એક સાથે પહોંચતા રોડ પરથી પસાર થતા રાહદારીઓ પણ આશ્ચર્યચકીત બન્યા હતા