આપણો દેશ વિશ્વનો સૌથી યુવાન દેશ, યુવાશક્તિના આ ડેમોગ્રાફિક ડિવિડન્ડને સ્કીલફુલ બનાવી ભારતને વિશ્વગુરુ બનાવવાની નરેન્દ્રભાઈ મોદીની નેમ
ફ્યુચર ઓફ લર્નિંગઃ ઈન્ટરનેશનલ ડિઝાઈન કોલેબોરેટિવ’ના સમાપન- સત્ર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં આપણો દેશ અને ગુજરાત વિશ્વના પ્રવાહો સાથે કદમથી કદમ મિલાવીને વિકાસ રાહે દોડતા થયા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ટેક્નોલોજી એટલી ઝડપે બદલાઈ રહી છે કે આજની શોધ આવતીકાલે જૂની થઈ જાય છે.
ફ્યુચર લર્નિંગ કેવું હોય, તેની સામેના પડકારો શું છે, તેના ઉપાયો શું હોય, તેનું સામુહિક વિચારમંથન અનંત
નેશનલ યુનિવર્સિટીએ યોજ્યું તેને તેમણે રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ ગણાવ્યું હતું.
૨૮થી ૩૦ માર્ચ દરમિયાન અનંત યુનિવર્સિટી ખાતે આયોજિત ‘ફ્યુચર ઓફ લર્નિંગ ઈન્ટરનેશનલ ડિઝાઈન
કોલેબોરેટિવ માં દેશ-વિદેશના ૩૦ જેટલા ડેલિગેટ્સ સામેલ થયા હતા.
જેમાં શિક્ષણવિદો, વહીવટકર્તાઓ, રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોએ સાથે મળીને મંથન કર્યું હતું. સંશોધનને સમયની માંગ ગણાવતા મુખ્યમંત્રી કહ્યું હતું કે, આજ રોજ નવાં સંશોધનો આવિષ્કારોની
ભરમાર આવે છે. જો તેની સાથે ના ચાલીએ તો પાછળ રહી જઈએ અને વિશ્વના પ્રવાહો સામે વામણાં લાગીએ. તેમણે કહ્યું કે, આપણો દેશ વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને યુવાશક્તિના આ ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડને
સ્કીલફુલ બનાવી ભારતને વિશ્વગુરુ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ છે એમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાનના વિઝન વિશે જણાવતા તેઓએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતને શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બનાવવાની નેમ છે.
આ નેમ ને આગળ વધારતા ગુજરાત સરકારે બજેટમાં શિક્ષણ વિભાગ માટે આ વર્ષે ૪૩,૬૫૧ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જેનાથી રાજ્યમાં યુવાનોની તાલીમબદ્ધતા અને વર્લ્ડ ક્લાસ શિક્ષણના અવસરોને વેગ મળશે.
નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વર્લ્ડક્લાસ એજ્યુકેશન આપતી અને સેક્ટર-સ્પેસિફિક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ યુનિવર્સિટીઝ વિકસાવી છે. નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, મેરિટાઇમ યુનિવર્સિટી તેના ઉદાહરણો છે, એમ તેમણે ઉમેર્યું હતું. અનંત યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સંયુક્ત ઉપક્રમે થયેલા આયોજનની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું કે, ગુજરાતમાં આવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઝ સાથે જોડાણ કરવાની અને ઘરઆંગણે વર્લ્ડક્લાસ એજ્યુકેશનની પરિપાટી આપણે પાડી છે.
તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાની ડીકેન યુનિવર્સિટી સાથે ગિફ્ટ સિટીમાં કેમ્પસ શરૂ કરવા માટેના એગ્રીમેન્ટ થયા છે એમ તેમણે કહ્યું હતું.
સમાપન સત્રના આરંભે અનંત નેશનલ યુનિવર્સિટીનાં ડો,અનુનય ચૌબેએ આ ત્રિદિવસીય ચિંતન શિબિરનો હેતુ સ્પષ્ટ કરવાની સાથે તારણો રજૂ કર્યા હતા. ચર્ચાસત્રો બાદ નીકળેલા તારણો અને સૂચનોનું દસ્તાવેજીકરણ કરીને આગામી દિવસોમાં UGCને સત્તાવાર રિપોર્ટ સોંપવામાં આવશે.
આ વેળાએ અમેરિકા, કેનેડા, સ્પેન, ઓસ્ટ્રેલિયા, કઝાકિસ્તાન, ઈરાક, કતાર, મોરેશિયસ વગેરે દેશોમાંથી પધારેલા મહેમાનો ઉપરાંત હડપ્પા એજ્યુકેશન, IIM અમદાવાદ જેવી શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત સામાજિક સંસ્થાઓ અને NGOના પ્રતિનિધિઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા,