33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines કાળમુખી ટ્રકની એક ટક્કરે આખો પરિવાર પૂરો કરી નાખ્યો : કમનસીબ મૃતકો...

કાળમુખી ટ્રકની એક ટક્કરે આખો પરિવાર પૂરો કરી નાખ્યો : કમનસીબ મૃતકો ક્યાંના વાંચો, બાયડ નજીક ટ્રકે બાઇકને ટક્કર મારતા અકસ્માત

0
253

 

ટ્રકના તોતિંગ ટાયર બાઈક સવાર શ્રમજીવી પરિવાર પર ફરી વળતા દંપતી સહીત તેમના બે પુત્રોનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું
બાયડ-ગાબટ રોડ પર અકસ્માત સ્થળે લોહીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો

અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફીકના નિયમનો ઉલાળીયો કરી બેફામ ગતિએ વાહન હંકારતા હોવાથી સતત અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે રવિવાર શ્રમજીવી પરિવાર માટે ગોઝારો સાબિત થયો હતો બાઈક પર પસાર થતા શ્રમજીવી પરિવારને યમદૂત બની ધસી આવેલી ગેસના સિલિન્ડર ભરેલ ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર દંપતી અને બે માસુમ પુત્રોનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત સ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા બાયડ પોલીસ સ્થળ પર પહોંચી મૃતકોની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

 

પ્રાપ્ત માહિતી અનુસાર,સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક પટેલ પરિવારના ત્યાં છોટાઉદેપુરના મડલવા ગામનો યુવક તેની પતિ અને બે પુત્રો સાથે રહી ખેતરમાં મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા શ્રમિક યુવકની બાઈકને બાયડ નજીક ગાબટ રોડ પર કાળમુખી ટ્રકે ધડાકાભેર ટક્કર મારતા બાઈક સવાર દંપતિ અને તેના બે પુત્રોનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું સવારે 8 વાગ્યાના સુમારે બાયડ-ગાબટ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મૃતક અને તેના પરિવારની બાયડ પોલીસે ઓળખ કરી ચારે મૃતકની લાશને પીએમ માટે ખસેડી ટ્રક ચાલક સામે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા મૃતકોના સગા-સબંધીઓના આક્રંદથી સમગ્ર વિસ્તાર શોકમય બન્યો હતો

અકસ્માતમાં મોતને ભેટેલા કમનસીબ મૃતક પરિવારના નામ વાંચો,
1)જસુભાઈ તેજલભાઈ નાયકા ઉં – 33 વર્ષ (પતિ)
2) ચંપાબેન જસુભાઈ નાયકા ઉં – 31 વર્ષ (પત્ની)
3) યુવરાજ જસુભાઈ નાયકા ઉં – 6 વર્ષ (પુત્ર)
4) રાજ જસુભાઈ નાયકા ઉં – 4 વર્ષ ( પુત્ર)
(રહે,વચલી ભીલ, ગામ મડલવા તા.જિ. છોટાઉદેપુર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!