32.3 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત અરવલ્લીના સાકરીયામાં આવેલી અલૌકિક સુતેલા હનુમાન મંદિરમાં હનુમાન જ્યંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી :...

અરવલ્લીના સાકરીયામાં આવેલી અલૌકિક સુતેલા હનુમાન મંદિરમાં હનુમાન જ્યંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી : ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

0

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં આવેલા હનુમાનજી મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા બંને જીલ્લામાં ઠેર ઠેર હનુમાન દાદાના દર્શનાર્થે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ભારતમાં માત્ર બે જ સ્થળે આરામની મુદ્રામાં રહેલા હનુમાનજીની મૂર્તિના દર્શન થાય છે. એક અલ્હાબાદના ત્રિવેણી સંગમ ખાતે અને બીજા અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામમાં આવેલા મંદિરમાં સુતેલા ભીડ ભંજન હનુમાનજીના અલૌકિક દર્શન થાય છે સાકરીયા હનુમાન મંદિર અને સુતેલી મુદ્રામાં રહેલા હનુમાન દાદા પાંડવ કાળથી બિરાજમાન છે રાજ્યમાં એક માત્ર સુતેલા હનુમાનજીનું અતિપ્રાચીન ભીડભંજન મંદિરે હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

સાકરીયા હનુમાન મંદિર ના ગર્ભગૃહ અને મંદિર પરિસરને ફૂલ અને રોશનીથી શણગારાયા હતા જયારે હનુમાન જ્યંતી નિમિત્તે કેક કાપી ભગવાનને બદામ,કાજુ જેવા સૂકા મેવાનો ભોગ ધરાવાયો હતો સુતેલા હનુમાનદાદાની અલૌકિક મૂર્તિને સોના-ચાંદી અને હીરાજડિત આભૂષણો નો શણગાર સજ્યો હતો આ પ્રસંગે મારુતિ યજ્ઞ પણ કરાયો હતો જેમાં 42 પરિવારોએ યજ્ઞ પૂજામાં બેસી પુજાવિધિનો લાભ લીધો હતો ૨૫ હજાર થી વધુ શ્રદ્ધાળુઓ હનુમાન દાદાના દર્શનાર્થે ઉમટ્યા હતા અને મહાપ્રસાદ નો લાભ લીધો હતો હનુમાન મંદિરોમાં મહા આરતી અને લઘુરુદ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર પૂનમ હોવાથી સુપ્રસિદ્ધ ઈટાડી મંદિરે અને શામળાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!