વર્ક ઓર્ડર મળ્યા બાદ ૭ મહિના વીતી ગયા અને 30 જૂન સુધીમાં કામ પૂરું કરવાનું હોવા છતાં શરૂ ન થયું સ્થાનિક લોકોમાં રોષ
વિજયનગર તાલુકાના કેલાવા ઓલાના મહુડા પાસે હરણાવ નદી ઉપર રૂ.૨.૧૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પુલનું કામ સંબંધિત વિભાગોને રજૂઆતો બાદ પણ શરૂ નહીં થતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે આજરોજ સ્થળ ઉપર એકત્ર થયેલા સ્થાનિકો અને ગ્રામજનોએ આ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો અને વર્ક ઓર્ડર મળ્યા બાદ ૭ મહિના વીતી ગયા અને 30 જૂન-૨૦૨૩ સુધીમાં કામ પૂરું કરવાનું હોવા છતાં આજદિન સુધી શરૂ ન થતા આગામી ઉગ્ર આંદોલન માટે મજબૂર બની રહ્યા છે.તાલુકાના કેલાવા ઓલાના મહુડા પાસે હરણાવ નદી ઉપર પુલ માટે રૂ.૨.૧૨ કરોડની માતબર રકમ મંજુર કરવામાં આવી અને તા.૩૦.૭.૨૦૨૩ના રોજ વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો જેને ૭ મહિના જેવો સમય વીતી ગયો પણ કામ શરૂ થયું નથી.તા.૩૦ જૂન.૨૦૨૩ સુધીમાં આ કામ પૂરું કરવાનું હતું છતાં આ કામ શરૂ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ છે જ્યારે આ અંગે હકીકત જાણવા પ્રયાસ કરાયો એમાં જાણવા મળ્યું કે આ કામના સ્થળ અંગે મતમતાંતર પ્રવર્તિ રહ્યો હોઇ કામ શરૂ થવામાં અવરોધ અને વિલંબ વધી રહ્યો હોવાનું જાણવા મળે છે.સર્વ સંમતિ સધાય અને આ અંગે વિવાદ ઉકેલાય તો જાણવા પ્રમાણે આ મોટું કામ ચાલુ થાય એમ જાણવા મળે છે.
આ બાબતે સ્થાનિકો અત્યારે તો કોઈપણ રીતે પુલ બને એ માટે માંગણીઓ કરી રજૂઆતો કરતા રહ્યા છે.આજે પણ આ કામે ફરી સ્થળ ઉપર નદી તટ ઉપર ભેગા મળેલા એક મહિલા માજી સરપંચ સહિત આગેવાનોએ પુલનું કામ ચાલુ કરવા માંગ ઉઠાવી હતી.
લોકોને દહેશત છે કે માતબર રકમ જે પુલ.માટે મંજુર કરવામાં આવ્યા છે એ પુલનું કામ 30 જૂન.૨૦૨૩સુધીમાં પૂરું ના થાય તો આ માતબર રકમ લેપ્સ જવાનો ડર સતાવી રહ્યો. છે ત્યારે આ કામમાં કોઈ દરમિયાન થઈ સર્વ સંમતિથી પુલનું કામ ચાલુ કરવામા આવે એ સમયની માંગ છે.પુલના અભાવે તણાઈ જવાના અને મરણ જવાના બનાવો અગાઉ બનેલ હોઈ, પુલ બનવો જરૂરી હોવાનું લોકો ઈચ્છે છે