27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અગ્નિશમન દિનસની ઉજવણી, મોડાસા ફાયર વિભાગ દ્વારા શહીદ ફાયર બ્રિગેડના જવાનોને અર્પી...

અગ્નિશમન દિનસની ઉજવણી, મોડાસા ફાયર વિભાગ દ્વારા શહીદ ફાયર બ્રિગેડના જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ

0
142

મુંબઈ માં બનેલી કરૂણ ઘટનાની યાદમાં આજે પણ ફાયર વિભાગના શહીદ જવાનોને યાદ કરવામાં આવતા હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં મોડાસા નગર પાલિકા દ્વારા અગ્નિશમન દિવસની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે મોડાસા નગર પાલિકા ના હોદ્દેદારો તેમજ અધિકારીઓએ શહીદ ફાયર વિભાગના કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

મોડાસા વારીગૃહ ખાતે ફાયર સ્ટેશનમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરાયો હતો જ્યાં મુંબઈમાં 1944 ના રોજ બનેલી ગોજારી ઘટનાને લઇને શહીદ ફાયર કર્મચારીઓને યાદ કરાયા હતા. 14 મી અપ્રેલ, 1944 ના રોજ ઈંગ્લેન્ડ થી આવેલા અને મુંબાઈના વિક્ટોરિયા ડોક યાર્ડમાં લંગારેલા ફોર્ટ સ્ટાઈકીન માલવાહક જહાજમાં 20 લાખ પાઉન્ડની સોસાની પાટો, લડાયક શસ્રો, વિસ્ફોટક પદાર્થો, લશ્કરી દારૂગોળો વગેરે મળી 7,200 ટન સમાન ઉપરાંત આ જહાજમાં કરાંચીથી 8,700 રૂપિયાની ગાંસડીઓ, ઓઈલ, લાકડું, સલ્ફર, માછલીનું ખાતર અને રોઝીન વગેરે ભરવામાં આવ્યું હતું.

આ સમય દરમિયાન જબાજમાં ધુમ્રપાનમાથી ઉડેલા તણખલામાંથી ભયંકર ધાડા સાથે ભિષણ આગ લાગી હતી, જેમાં મુંબઈ ફાયર વિભાગના 66 કર્મચારીઓ શહીદ થયા હતા. આ ભયાનક આગમાં કુલ 321 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ધડાકાથી માલવાહક જહાજનું 12- મીટર લાંબા તરતા બોંબમાં રૂપાંતર થઈ ગયું હતું. મુંબઈની ધરતી ધ્રુજી ઊઠી હતી અને 5 હજાર ટનનું 120 મીટર લાંબુ જયનંદા જહાજ 18 મીટર ઉંચું હવામાં ફંગોળાતા નાના મોટા 26 જહાજો ડૂબી ગયા હતા. આ સમગ્ર ઘટનામાં 312 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા, ત્યારથી આ કરૂણ ઘટનાને યાદ કરીને ભારે જહેમત ઉઠાવનાર ફાયર વિભાગના જવાનોને યાદ કરાવમાં આવતા હોય છે.

મોડાસા વારીગૃહ ખાતે ફાયર વિભાગની ટીમ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં મોડાસા નગર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પાલિકા ચીફ ઓફિસર તેમજ ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!